અમદાવાદ આર ટી ઓ પ્રજા માટે છે કે ઓફિસર માટે…?

અમદાવાદ આર ટી ઓ પ્રજા માટે છે કે ઓફિસર માટે…?

અમદાવાદ આર ટી ઓ પ્રજા માટે છે કે ઓફિસર માટે…?

અમદાવાદ આર.ટી.ઓ નું તંત્ર ઘણા સમય થી ખાડે ગયું છે અને રામ રાજ્ય પ્રજા સુખી જેવું શાસન ચાલે છે. વારંવાર ફરિયાદ કરવા છતાં સરકાર તરફથી કોઈપણ જાત ના પગલાં લેવા માં આવતા નથી અને આવા બોગસ ચાલતા વહીવટ થી અમદાવાદ ની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.
ચીફ આર.ટી.ઓ ઓફીસર ગિરીશ પરમાર પોતાના બાપ ની પેઢી હોય તેવું વર્તન અમદાવાદ ના નાગરિકો સાથે કરે છે અને ઉદ્ધતાઈ થી જવાબો આપે છે અને તેમની જ મનમાની ચલાવે છે.તેમની ટીમ મા કોમ્પ્યુટર ઇન્ચાર્જં અમિત ઠાકોર,ટ્રેક ટેસ્ટ ઈન્ચાર્જ વિનય અને વિશાલ નામ ના માણસો અંદરખાને ગેરવહીવટ કરે છે.ટેસ્ટમાં પણ ઘણા લોકોને નારાજ કરે છે અને જો રૂપિયા ના આપે તો વારંવાર ટેસ્ટ આપવામાં મજબુર કરે છે.
સરકારે આ અંગે જરૂર થી નોંધ લઈ આ પ્રક્રિયા ને થોડી સરળ બનાવવી જોઈએ.લોકોને વાહન ના નંબર લેવા માં હાલાકી, લાયસન્સ ના ટેસ્ટ માટે તારીખ લેવા માં હાલાકી અને આર.સી બુક લેવા માં પણ રૂપિયા વગર કામ કરતાં નથી તેવી માહિતી અને આ બધી ચાલતી ગેરવ્યાજબી પ્રક્રિયા ઓની માહિતી ઉપરી અધિકારી ઓ પાસે પણ છે. આ અંગે ત્વરીત તપાસ થવી જોઈએ અને આવુ બોગસ તંત્ર ચલાવતા ગેરવહીવટદારો ને તાત્કાલિક હોદ્દા પર દૂર કરવા જોઈએ અને તાત્કાલીક જરૂરી પગલા લેવા જોઈએ એવો પબ્લિક માં રોષ જોવા મળ્યો છે.