સ્વપ્નો પૂરા ન જ થવા જોઈએ – દેવઆનંદ

સ્વપ્નો પૂરા ન જ થવા જોઈએ – દેવઆનંદ

સ્વપ્નો પૂરા ન જ થવા જોઈએ – દેવઆનંદ

મારા ઘરેથી પાલી હિલનાં મારા સ્ટુડિયોમાં આવું કે મારા કામની શરૂઆત થતી. હું સતત કામમાં હોઉં છું. એક પળ પણ નિરર્થક જવા દેતો નથી. એક પળ પૂરી થાય કે બીજી પળ તમારી રાહ જોતી હોય છે. તમારે તે ક્ષણમાં ગૂંથાઈ રહેવું જોઈએ. તમને મળેલ પળ તમારે આનંદપૂર્વક પસાર કરવી જોઈએ. જીવનમાં દુઃખની ક્ષણો આવે છે, પણ તેને ભૂલી જઈ આગળ વધવું જોઈએ. આજે મારી ઉંમર એંશી વર્ષની થઇ, પણ માણસો જેમ ઘડપણ પંપાળતા રહે છે, અસ્વસ્થ રહે છે. એવું ઘડપણ મારી આસપાસ પણ ફરકતું નથી. સતત ક્રિયાશીલ રહેનારો માણસ યુવાન રહે છે. આજેય હું મારી નવનવી કલ્પનાઓમાં ડૂબેલો રહું છું. એક ફિલ્મ પૂરી થાય કે બીજી ફિલ્મ મારા મનમાં ચાલુ હોય છે. અટકી જવું નામે સ્વીકાર્ય નથી. શા માટે વળાંક પર ઉભા રહેવું? નવનવા વળાંકો લેતા પ્રવાસ કરવામાં આનંદ છે. યુવાન, પ્રતિભાવાન કલાકારોનાં સહવાસમાં મારો દિવસ પસાર થાય છે. તેમની સાથે કામ કરતી વખતે મારા જુના દિવસો યાદ આવે છે. એ દોડધામ યાદ આવે છે. નિરાશાની કોઈપણ ક્ષણથી હું દૂર હોઉં છું.

આ કહેતી વખતે ઊંઘમાં આવેલા સ્વપ્નોની શોધ ચાલુ જ હોય છે. મૃત્યુ અને સ્વપ્નનો સંબંધ ખોળવામાં આનંદ છે. હું મૃત્યુથી ગભરાતો નથી. એ ક્યારેક આવશે જ. એટલે શું આપણે જીવન ઉદાસ બનાવવાનું? તે આવશે ત્યારે આવશે. આપણે આપણા જીવવાથી દૂર જઈએ એ યોગ્ય નથી. મૃત્યુ શું છે? ક્યાંથી આવે છે? એનું મને કુતુહલ છે, તેવું જ સ્વપ્ન વિશે છે.

હું સતત સોળ કલાક કામ કરતો રહું છું. ઊંઘમાં આવેલા સ્વપ્નોમાં ગૂંથાઈ રહેવું મને ગમતું નથી. મારા પોતાના જીવનનાં અનેક સ્વપ્નો પૂર્ણ થયેલા છે. પણ સ્વપ્નોનો અંત નથી. ઊંઘમાં આવતા સ્વપ્નો સાથે મારે કાંઈ લેવાદેવા નથી. પરોઢિયે મારું જીવવું આરંભાય છે.

  -દેવઆનંદ