મેગેઝીનમાં નામ આવે એટલે નોટબંધી કરાઈ : શંકરસિંહ વાઘેલા

મેગેઝીનમાં નામ આવે એટલે નોટબંધી કરાઈ : શંકરસિંહ વાઘેલા

મેગેઝીનમાં નામ આવે એટલે નોટબંધી કરાઈ : શંકરસિંહ વાઘેલા

સુરત: કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતના સરકીટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં નરેન્દ્ર મોદી અને તેમના નોટબંધીના નિર્ણય પર આકારા પ્રહારો કર્યા હતા.

રાતોરાત નોટબંધીના નિર્ણય અંગે શંકરસિંહે જણાવ્યું હતું કે, ટાઇમ્સ મેગેઝીનમાં નરેન્દ્ર મોદીનું નામ આવે તે માટે રાતોરાત નોટબંધીનો નિર્ણય લેવાયો છે. કાળા નાણાંને ડામવા માટે નોટબંધી કરાઈ છે પરંતુ ન તો કાળુ નાણું આવ્યું કે ના તો ભ્રષ્ટાચાર બંધ થયો. નોટબંધીને કારણે 115 લોકોનાં મોત થયા છે, તેમના પરિવારોની મોદીએ માફી માંગવી જોઈએ. ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતમાં નોટબંધીની સૌથી વધારે અસર વર્તાય રહી છે.