વિજય રૂપાણી સી.એમ. બન્યાબાદ પ્રથમ વખત અંબાજી

વિજય રૂપાણી સી.એમ. બન્યાબાદ પ્રથમ વખત અંબાજી

વિજય રૂપાણી સી.એમ. બન્યાબાદ પ્રથમ વખત અંબાજી

અંબાજી :અંબાજીમાં પોતાનાં પરિવાર સાથે માં અંબાના દર્શન કરવા ગુજરાતના સી.એમ વિજય રૂપાણી અંબાજી આવી પહોંચ્યા હતા. અને  ગત મોડી રાત્રે અંબાજી આવી તેઓએ અંબાજીની ઈસ્કોન હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું.અંબાજી આવી પહોંચેલા સી.એમ શ્રીવિજય રૂપાણી  આજે વહેલી સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતીનો સહ પરિવાર સાથે લાભ લીધો હતો.ત્યારબાદ, અંબાજી મંદિરનાં શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.ત્યારે નોટબંધીને લઈ ને અંબાજી મંદિરમાં ડોનેશન અને પ્રસાદ માટે કેશલેસ સ્વાઈપ મશીન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.વિજય રૂપાણીએ સી.એમ બન્યાબાદ પ્રથમ વખત અંબાજી આવ્યાં હતા. અને જગત જનની માં અંબાની  પૂજા-અર્ચના કરી હતી. ત્યારે બીજી તરફ હાર્દિક પટેલ અને સરકારની વચ્ચે થઈ રહેલાં ઘર્ષણને મુદ્દે  ચર્ચા વિચારણા અર્થે તેમને હાર્દિક પટેલ અને પાટીદર સભ્યોને મુલાકાત અર્થે બોલાવેલ છે. અને “સૌ નો સાથ સૌ નો વિકાસ” ની નીતિ પ્રમાણે સરકાર તથા ગુજરાતની જનતાને ધ્યાને રાખીને આગળ કોઈપણ  નિર્ણય લઈશું.