સૌરાષ્ટ્રની નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપને મળી બહુમતી

સૌરાષ્ટ્રની નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપને મળી બહુમતી

સૌરાષ્ટ્રની નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપને મળી બહુમતી

સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓ યોજાયા બાદ આજે સવારથી જ મતગણતરી શરૂ થતાં ભાજપને બહુમતી મળી હતી. નોટબંધીના નિર્ણય બાદ યોજાયેલી ચૂંટણીમાં ઓખા, વિસાવદર, કાલાવડ, ઉપલેટા પાલિકાની પેટાચૂંટણીમા તેમજ ગોંડલમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. 13 બેઠકોની મત ગણતરીના અંતે 12 બેઠકો પર ભાજપે વિજય મેળવતા તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી હતી.

ગુજરાતની બે નગરપાલિકાઓ વાપી અને સુરત તેમજ ગોંડલ તાલુકા પંચાયતની બેઠકો સહિત 137 બેઠકોની આજે મત ગણતરી થઈ હતી. નગરપાલિકાની કુલ 93 બેઠકો તેમજ તાલુકા પંચાયતની 37, જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે મતદાન થયું હતું.