Surat: 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીઓની ધરપકડ

Surat: 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીઓની ધરપકડ
Image Courtesy - Divya Bhaskar

Surat: 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીઓની ધરપકડ

Surat: સુરતમાં થોડા દિવસ પહેલા થયેલ ચકચારી 20 કરોડના હીરાની લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આખરે પોલીસે લૂંટનો ભેદ ઉકેલતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, Surat માં 20 કરોડની લુંટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી. સુરત પોલીસે આ મામલે 6 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત 14 માર્ચની સાંજે Surat નાં કતારગામ વિસ્તારમાં 20 કરોડના હીરાની લૂંટ ચલાવામાં આવી હતી. સેફ વોલ્ટમાં હીરા મુકવા જતા વેપારીને આંતરી લેવાયા બાદ માર માર્યો અને હીરાનો થેલો લઈ લૂંટારા નાસી છૂટ્યાં હતા. લૂંટારાઓએ ભાગતી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી જેમાં લૂંટારૂ ભાગતા દેખાયા હતા.

કતારગામની ગ્લો સ્ટાર ડાયમંડ કંપનીમાં મેન્યુફેકચરિંગમાં નોકરી કરતા વિજય મોહન મૈવાણી રૂ. 20 કરોડના સોલીટેર ડાયમંડ ભરેલી બેગ લઈને કારમાં નીકળ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, તેમની સાથે કારમાં ડ્રાઈવર સહિત ત્રણ જણા હતા. કતારગામ અનાથ આશ્રમ રોડ પર સેફ લોકર જતા વખતે રસ્તામાં ટ્રાફિક જામ થતા તેઓ કારમાંથી ઉતરીને ચાલતા જતા હતા. સેફ લોકરથી 25 મીટરના અંતરે હતા ત્યારે અચાનક 6 જેટલા લૂંટારૂઓએ આવીને હીરા ભરેલી બેગ કર્મચારીના હાથમાં ઝુંટવીને ભાગી ગયા હતા. ત્યારે લૂંટારૂઓએ કાર પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

સીસીટીવી કેમેરામાં 3 લૂંટારૂંઓ ભાગતા દેખાય છે. અને તેમના હાથમાં હીરા ભરેલી બેગ પણ દેખાય રહી છે. કર્મચારીઓ રોજ સેફ લોકરમાં સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે હીરાના પેકેટો મુકવા માટે આવતા હતા. લૂંટારૂઓએ ઓફિસેથી તેમની રેકી કરી હશે તેવું આ ઘટના પરથી દેખાઇ રહ્યું છે.

તાત્કાલિક કર્મચારીઓએ પોલીસ કંટોલરૂમને જાણ કરતા કતારગામ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સીસીટીવી કેમેરાના આધારે ક્રાઈમબ્રાંચ-પીસીબી અને કતારગામ પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતા.

બે દિવસની સટીક તપાસ બાદ આખરે પોલીસને આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

 

અન્ય સમાચાર: સુરતના કતારગામમાં 20 કરોડની કિંમતનાં Diamondsની લૂંટ