૫ વર્ષની બાળકી પર ૧૫ વર્ષીય સગીરે દુષ્કર્મ આચરતા ખળભળાટ

૫ વર્ષની બાળકી પર ૧૫ વર્ષીય સગીરે દુષ્કર્મ આચરતા ખળભળાટ
૫ વર્ષની બાળકી પર ૧૫ વર્ષીય સગીરે દુષ્કર્મ આચરતા ખળભળાટ

૫ વર્ષની બાળકી પર ૧૫ વર્ષીય સગીરે દુષ્કર્મ આચરતા ખળભળાટ

બોડેલી તાલુકાના એક ગામમાં ફરી એક વાર દેશને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. ૪ વર્ષ ૧૧ મહિનાની માસૂમ બાળકી ઉપર ૧૫ વર્ષના સગીરે બળાત્કાર ગુજાર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના એક ગામમાં માસૂમ બાળકીને પાડોશમા રહેતા સગીર વયના છોકરાએ કેરી ખવડાવવા લઈ જવાનું કહી ખેતરમાં લઈ ગયો અને એકલતાનો લાભ લઈ માસૂમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો.

બાળકી જ્યારે ઘરે આવી અને તેણે પેશાબમાં બળતરા થતી હોવાનું કહી માતાપિતા સામે રડવા લાગી ત્યારે પરિવારજનો બાળકીને દવાખાને લઈ ગયા તો ડૉકટરે તપાસ કરી જણાવ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે. જેથી માતાપિતાએ બોડેલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ૧૫ વર્ષના સગીરને ઝડપી પાડ્યો છે. હાલ ચકચાર મચાવનાર બનાવને પગલે પંથકમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.(જી.એન.એસ)