જખૌ ખાતેથી ઝડપાયા 7 પાકિસ્તાની માછીમાર

જખૌ ખાતેથી ઝડપાયા 7 પાકિસ્તાની માછીમાર

જખૌ ખાતેથી ઝડપાયા 7 પાકિસ્તાની માછીમાર

કચ્છ: જખૌ નજીક એક બોટ સાથે ઝડપાયેલાં 7 પાકિસ્તાની માછીમારોને જખૌના કાંઠે લવાયાં છે. હાલ કૉસ્ટગાર્ડ દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ઇન્ડિયન કૉસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બૉટ મીરાબેને આજે સવારે આ બોટને જખૌથી 16 નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમાએથી ઝડપી પાડી હતી. ઝડપાયેલી બોટનું નામ અલ-હિલાલ છે. ઝડપાયેલાં માછીમારોમાં મુસ્તાક (ઉ.વ.30), અબ્દુલ અમીન (ઉ.વ.27), ફહાદ ખાન (ઉ.વ.23), રોશન અલી (ઉ.વ.37), સઈદ હુસેન(ઉ.વ.24), નોમાન (ઉ.વ.18) અને મોહમ્મદ રમઝાન (ઉ.વ.17)નો સમાવેશ થાય છે.

આજે મોડી રાત સુધીમાં તમામ પાકિસ્તાની માછીમારોને જખૌ મરીન પોલીસના હવાલે કરી દેવાયા હતા. ત્યારબાદ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોની સઘન પૂછપરછ કરવામાં  આવી રહી છે.