અડવાણીનો વિરોધ કરનાર આ શીખ યુવાન વિજય રૂપાણીના રોડ શોમાં કેવી રીતે પહોંચ્યો ?

અડવાણીનો વિરોધ કરનાર આ શીખ યુવાન વિજય રૂપાણીના રોડ શોમાં કેવી રીતે પહોંચ્યો ?

અડવાણીનો વિરોધ કરનાર આ શીખ યુવાન વિજય રૂપાણીના રોડ શોમાં કેવી રીતે પહોંચ્યો ?

રાજકારણ કઈ હદ સુધી નીચે પડી શકે તે કહેવુ મુશ્કેલ હોય છે. નરેન્દ્ર મોદીને લોકો સામે રજુ કરનાર ભાજપના સિનિયર નેતા લાલકુષ્ણ અડવાણી હતા. અડવાણીએ પોતાની સાથે પડછાયાની જેમ નરેન્દ્ર મોદીને સાથે રાખી ભાજપમાં અને દેશના લોકોમાં મોદીના બીજી હરોળના નેતા તરીકે રજુ કર્યા હતા.

2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતનું સુકાન સોંપવુ જોઈએ તેવુ ભાજપ હાઈકમાન્ડને પણ સમજાવનાર અડવાણીના હતા અને 2002ના તોફાનો બાદ જયારે અટલબિહારી બાજપાઈ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી  તરીકે હટાવી દેવા માગતા હતા. ત્યારે, સમગ્ર ભાજપમાં નરેન્દ્ર મોદીનો બચાવ કરનાર બે જ નેતા હતા. જેમાં લાલકુષ્ણ અડવાણી અને મુરલીમનોહર જોષી હતા. તેમણે બાજપાઈને સમજાવી મોદીનું રાજીનામુ અટકાવી દીધુ હતું. 

અડવાણીના શીષ્ય તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થવાની ઉતાવળ હતી. જેના કારણે તેમણે પોતાના ગુરૂ અડવાણીને હાંસિયામાં ધકેલી હાઈકમાન્ડ પાસે પોતાને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવાની ફરજ પાડી હતી. આ વખતે ભાજપની સંસદીય દળની બેઠકમાં અડવાણીએ આ નિર્ણય સામે પોતાની નારાજગી બતાડી હતી. અડવાણી પોતાના નામનો વિરોધ કરી રહ્યા છે તે વાત મોદી સહન કરી શકયા નહીં. અને તેમણે પોતાના ટેકેદારોને અડવાણી સામે દેખાવ કરવાની સુચના આપી હતી.

લાલકુષ્ણ અડવાણીનો વિરોધ કરવા માટે વિવિધ કાર્યક્રમો ભાજપના કાર્યકરોએ કર્યા હતા. જેની જવાબદારી તેજેન્દ્ર બગ્ગા નામના એક શીખ નેતાને સોંપવામાં આવી હતી. આ શીખ નેતા તેજેન્દ્ર બગ્ગાએ અડવાણીના દિલ્હીના ઘર બહાર પણ ધરણા કર્યા હતા.

આમ પોતાના સિનિયર નેતા અડવાણીનો વિરોધ કરનાર બગ્ગાનો અમીત શાહ ગુજરાતની ચુંટણીમાં  વિવિધ ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રોડ શોમાં આ તેજેન્દ્ર બગ્ગાને રૂપાણીની ખુલ્લી જીપમાં સ્થાન પણ આપવામાં આવ્યુ હતું.

બગ્ગા છેલ્લાં કેટલાંક દિવસથી સુરતનો હવાલો સંભાળી રહ્યા છે કારણ સુરતમાં ભાજપની સ્થિતિ ખરાબ છે. સોશીયલ મીડીયા સહિત ભાજપની અનેક જવાબદારી સંભાળનાર બગ્ગા હાલમાં સુરતમાં રોકાણ કરી અમીત શાહની સુચનાનું પાલન કરી કરી રહ્યા છે.