અફઘાનિસ્તાનને હળવાશથી ના લઇ શકાય : આંજિક્ય રહાણે

અફઘાનિસ્તાનને હળવાશથી ના લઇ શકાય : આંજિક્ય રહાણે
અફઘાનિસ્તાનને હળવાશથી ના લઇ શકાય : આંજિક્ય રહાણે

અફઘાનિસ્તાનને હળવાશથી ના લઇ શકાય : આંજિક્ય રહાણે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચનો માહોલ બનવાનું હવે શરૂ થઇ ચુક્યુ છે. બંને ટીમો ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ ૧૪થી ૧૮ જૂન દરમિયાન બેંગલોરૂમાં રમાશે. ભારત સામે ટેસ્ટ રમીને અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. અફઘાનિસ્તાન પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ જીતવા ઇચ્છશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કપ્તાની આંજિક્ય રહાણેને સોંપવામાં આવી છે. રહાણેનું કહેવું છે કે, “રાશિદ ખાન ખરેખર જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. ખાસ કરીને ટી-૨૦માં. તે ઘણો જ ઉત્તમ બોલર છે. અફઘાનિસ્તાનને હળવાશથી ના લઇ શકાય કેમ કે ક્રિકેટમાં કે જીવનમાં કંઇપણ હળવાશથી ના લેવુ જોઇએ.”

અફઘાનિસ્તાનની ટીમને વધારે મજબૂત બનાવવા માટે અફઘાન કેમ્પમાં એક ભારતીય જોડાયો છે. અફઘાનિસ્તાન ટીમ સાથે એકમાત્ર ભારતીય ઉમેશ પટવાલ જોડાયો છે. મુંબઇમાં મોટો થયેલો ઉમેશ પટવાલ ૨૦૦૮થી અફઘાન ટીમ સાથે જોડાયો છે. ઉમેશ મુંબઇમાં ક્રિકેટ કૉચ રહી ચુક્યો છે. મોહમ્મદ નબી અને અસગર સ્ટેનજકીને પણ ઉમેશ પટવાલ મદદ કરી ચુક્યો છે.

પટવાલ ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ દરમિયાન નેપાળની ટીમ સાથે જોડાયો હતો. ગત વર્ષે પટવાલે બંદ-એ-આમિર ડ્રેગન્સની ટીમને પણ કૉચિંગ આપી હતી. આ ટીમે કાબુલમાં ટી-૨૦ શપગીજા ક્રિકેટ લીગ જીતી હતી. ઉમેશ પટવાલને ઉમ્મીદ છે કે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપર્ણ કરનારી અફઘાનિસ્તાનની ટીમ સ્ટૈનજકીનાં નેતૃત્વમાં સારુ પરફોર્મન્સ કરશે. પટવાલનું કહેવું છે કે આ ટેસ્ટ મેચ ઘણી રોમાંચક રહેશે.(જી.એન.એસ)