Videos: અમદાવાદના DSPએ કહ્યુ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આવા હાલ થશે ?

Videos: અમદાવાદના DSPએ કહ્યુ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આવા હાલ થશે ?

Videos: અમદાવાદના DSPએ કહ્યુ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આવા હાલ થશે ?

અમદાવાદ: પાટણમાં દલિત કાર્યકર્તા ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યુ તેના વિરોધમાં અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું, જે દરમિયાન ધરણા કરવા જઈ રહેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરવા આવેલી પોલીસ વચ્ચે ચડભડ થઈ ગઈ હતી, જેનો વિડીયો પણ વાઈરલ થયો હતો, જે વિડીયો વાઈરલ થયો તેને લઈ પોલીસ દળમાં પણ વિવિધ પ્રકારના પ્રત્યાધાત પડયા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પત્રકારોનું પણ એક વોટસઅપ ગ્રુપ ચાલે છે, જેમાં સિનિયર પોલીસ અધિકારીઓ પત્રકારો મેમ્બર છે, આ ગ્રુપમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપીએ લખ્યુ કે પોલીસને ગુજરાત તારા બાપનું છે અને લખોટા કહેનાર જીજ્ઞેશ મેવાણીના આવા હાલ થશે, તેમ કહી તેમણે એક વિડીયો પણ અપલોડ કર્યો હતો, જે વિડીયોમાં પોલીસ એક નેતાને ધોલાઈ કરી રહી છે. ડીવાયએસપી દ્વારા મુકવામાં આવેલી નોંધ અને વિડીયોને ડીએસપી રાજુ અસારીએ આવકારી હોય તે પ્રકારની નિશાની મુકી હતી. અને ત્યાર બાદ તેમણે પણ એક વીડીયો અપલોડ કર્યો હતો.

જુઓ વિડીયો:

 

જે વિડીયોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પોલીસ દ્વારા થઈ રહેલા એન્કાઉન્ટરને ન્યાયી ઠેરવી રહ્યા હોય છે તેવો તેમનો એક ટીવી ઈન્ટરવ્યુ છે. ડીએસપી રાજુ અસારી આ વિડીયો સાથે નોંધ મુકે છે કે ગુજરાત પોલીસ પણ હવે આ માટે તૈયાર છે. આમ ગુજરાત પોલીસના બે સિનિયર પોલીસ અધિકારીઓ વોટસઅપ ગ્રુપમાં જીજ્ઞેશ મેવાણીને તેમના દુરવ્યવહાર માટે તૈયાર રહેવાની આડકતરી ધમકી આપી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.

જુઓ વિડીયો…