અમદાવાદ : ખોદકામ દરમ્યાન સોનુ મળ્યું છે, કહી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ : ખોદકામ દરમ્યાન સોનુ મળ્યું છે, કહી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ : ખોદકામ દરમ્યાન સોનુ મળ્યું છે, કહી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ : ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે’ કહીને અસલી સોનાનો મણકો બતાવી સસ્તામાં બે-ચાર કિલો સોનુ આપવાનું કહી નકલી સોનાની સેરો આપી છેતરપિંડી કરે તે પહેલાં ઠગ ટોળકીને નારણપુરા પોલીસે પકડી પાડી છે. જૂનાગઢના ખામધ્રોળના વતની વિધવા વૃદ્ધા, તેનો પુત્ર અને વિધવાના ભાણેજ પાસેથી પોલીસે નકલી સોનાના મણકાવાળી બે કિલો વજનની શેરો પણ કબજે કરી ટોળકીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, નારણપુરા પોલીસે બુધવારે સાંજે લાડલી ત્રણ રસ્તા પાસે એક વૃદ્ધા સહિત ત્રણ શખ્સોને શંકાસ્પદ સ્થિતિમાં ફરતા ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તેમની પાસે રહેલા બે થેલામાં તપાસ કરતાં બે કિલો વજનની સોનાના મણકાવાળી જણાતી બે કિલો વજનની શેરો મળી આવી હતી. પોલીસે જૂનાગઢના ખામધ્રોળમાં રહેતા મોહનભાઈ લાલાભાઈ રાઠોડ (મારવાડી)(૪૫), મોહનના ફોઈ વર્ષના વિધવા દલુબહેન મોહનભાઈ સોલંકી(૬૫) અને દલુબહેનના વર્ષના પુત્ર કાળુ મોહન સોલંકીની(૨૭) ધરપકડ કરી હતી.

નારણપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ.સી.એલ. સોલંકીએ જણાવ્યું હતું કે, આ ઠગ ટોળકી લોકોને છેતરવા માટે ફરતી હતી. એક સોનાનો મણકો બતાવીને ખોદકામ દરમિયાન મળેલું સોનું સસ્તામાં આપવાની લાલચ આપીને ઉચ્ચક રોકડા રૂપિયા લઈ લોકોને નકલી સોનાના મણકાની શેરો પધરાવી દેતા હતા. આ ટોળકી અગાઉ કાલુપુર રેલવે સ્ટેશન બહાર બે વ્યક્તિને, રાજકોટમાં બસ સ્ટેશન બહાર એક, ગોંડલ અને પોરબંદરમાં એક-એક વ્યક્તિને આ પ્રકારે સોનાની માળા કહી ખોટી માળા વેચી ચૂકી છે. પોતે ગામડેથી આવે છે અને અભણ હોવાનો ડોળ કરીને જુદા-જુદા શહેરોમાં ફરીને આ ટોળકી ભોળા, ઉંમરલાયક વ્યક્તિઓને સસ્તામાં વસ્તુ પધરાવી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી જૂનાગઢની ટોળકીના અન્ય સભ્યો હોવાની આશંકા પણ પોલીસ સેવી રહી છે. નારણપુરા પોલીસે ટોળકીની વધુ પૂછપરછ શરૂ કરી છે