જમીન કૌભાંડમાં 750 કરોડનું ફૂલેકું ફેરવનાર સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર આખરે બરતરફ

જમીન કૌભાંડમાં 750 કરોડનું ફૂલેકું ફેરવનાર સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર આખરે બરતરફ
AMC Town Planner Ashutosh Pandya dismissed on charges of Corruption

જમીન કૌભાંડમાં 750 કરોડનું ફૂલેકું ફેરવનાર સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર આખરે બરતરફ

ગાંધીનગર: અમદાવાદની જુદી જુદી ટાઉન પ્લાનીંગ યોજનાઓમાં ગેરરીતિઓ આચરીને બિલ્ડર્સ સહીત ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓને લાભ અપાવી કરોડોનો Corruption આચરનાર ટાઉન પ્લાનર આશુતોષ પંડ્યાને આખરે બરતરફ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારે આકરા પગલા લેવાનું શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તા વિભાગના ટાઉન પ્લાનર આશુતોષ પંડ્યાને ટીપી સ્કીમમાં 750 કરોડનો ભ્રષ્ટાચાર કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ જારી કરાયા છે. ટાઉન પ્લાનર તરીકે આશુતોષ પંડ્યા દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી અમદાવાદ શહેરની જુદી જુદી ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં બિલ્ડરોને ફાયદો થાય તે રીતે ગેરરીતિઓ આચરવામાં આવી હતી. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટું આર્થીક નુકશાન ભોગવવું પડ્યું હતું.

સમગ્ર મામલે મળેલ  ફરિયાદોને આધારે ગુજરાત સરકારે તપાસના આદેશ કર્યા બાદ ફરિયાદોમાં તથ્ય જાણવા મળ્યું હતું અને આશુતોષ પંડ્યા દોષિત જણાયા હતા. જેને લઈને આખરે, અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલ આશુતોષ પંડ્યાને આખરે કાયમ માટે બરતરફ કરાયા છે.