એક અમદાવાદીની કમાલ, પક્ષી બચાઓ માટે કર્યું અનોખું સંશોધન

અમદાવાદ: ઉત્તરાયણ એટલે મનોરંજનનો ઉત્સવ, પરંતુ આપણું મનોરંજન ઘણીવાર ગગનવિહારી પક્ષીઓ માટે જોખમ બની જતું હોય છે. ઉત્તરાયણ દરમ્યાન દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘવાતા હોય છે. જોકે આજના સ્વકેન્દ્રીય સમાજમાં એવા લોકો પણ છે જે આ પક્ષીઓ માટે વરદાન બનીને આવે છે.અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી ઉત્તરાયણમાં પક્ષી બચાઓ અભિયાન ચલાવી રહેલા વન મેન આર્મી જેવા એક યુવાને આ વર્ષે પતંગની દોરી વડે ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે એક અનોખું ડ્રોન વિકસાવ્યું છે. અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર છેલ્લા 10 વર્ષથી પક્ષી બચાઓ અભિયાન ચલાવી રહ્યા છે અને આ વર્ષે ઝાડ અને વીજળીના થાંભલા પર ફસાયેલા પક્ષીઓને બચાવવા માટે હેક્ઝાકોપ્ટર વિકસાવ્યું છે. શું છે આ હેન્ઝાકોપ્ટર અને કઈ રીતે કરે છે કામ આવો જાણીએ.જુઓ વિડીયો…