કર્ણાટક રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ

કર્ણાટક રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ
an official invitation from Raj Bhawan reached to BS Yeddyurappa

કર્ણાટક રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ

21 મે સુધીમાં ભાજપે પોતાનું બહુમત સિદ્ધ કરવું પડશે

કર્ણાટક રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ

એક તરફ કર્ણાટક વિધાનસભા માટે સત્તા માટે ખેંચતાણ  વચ્ચે છેલ્લી ઘડીએ રાજ્યપાલે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. વધુમાં ભાજપે 21 મે સુધીમાં પોતાનું બહુમત સિદ્ધ કરવું પડશે. ભાજપના નેતા અને ધારાસભ્ય સુરેશ કુમારે ટ્વીટ કરી દાવો કર્યો હતો. તેમણે લખ્યું હતું કે આવતી કાલે સવારે 9:30 કલાકે યેદિઉરપ્પા મુખ્યપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે.

યેદિઉરપ્પા – કુમારસ્વામીએ કર્યો પુરતી બેઠકો હોવાનો દાવો

કર્ણાટક વિધાનસભામાં ત્રિશંકુ રચાતા સત્તાની ખેંચતાણ શરૂ થઇ ગઈ છે. જેમાં કોંગ્રેસને ફરી એકવાર હોર્સ ટ્રેડીંગનો દર સતાવી રહ્યો છે. તો આ બધા વચ્ચે, ભાજપ અને જેડીએસના નેતાઓ અને મુખ્યપ્રધાન પદના દાવેદાર કુમારસ્વામીઅને યેદિઉરપ્પાએ દાવો કર્યો છે કે સત્તા બનાવવા માટે તેમની માટે પુરતી બેઠકો છે અને તેઓ સત્તાના સુત્રો ટૂંક સમયમાં જ સંભાળશે.