નગરપાલિકાઓની ચુંટણીમાં મતદારોનો અદમ્ય ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ

નગરપાલિકાઓની ચુંટણીમાં મતદારોનો અદમ્ય ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ

નગરપાલિકાઓની ચુંટણીમાં મતદારોનો અદમ્ય ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ

આણંદ: આણંદ જિલ્લાનાં કરસમદ, વલ્લભવિદ્યાનગર, બોરીયાવી, ઓડ અને આંકલાવ નગરપાલિકા સહીત પાંચ નગરપાલીકાઓની ચુંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી શાંતીપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થયો હતો.

કરસમદમાં પંચવટી અને કન્યાશાળા સ્થિત મતદાન મથકો તેમજ બોરીયાવીમાં પ્રાથમિક શાળ સ્થિત મતદાન મથકો પર સવારે મતદાન શરુ થતા જ મતદારોએ મતદાન કરવા માટે કતારો લગાવી હતી,ખાસ કરીને મહિલા મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આંકલાવ ખાતે પણ મતદારોએ ભાારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું,મતદાન મથકો ખાતે પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કરસમદ સ્થિત મતદાન મથક ખાતે સાંસદ દિલીપભાઈ પટેલએ તેમજ આંકલાવ સ્થિત કેસવપુરા મતદાન મથક ખાતે ધારાસભ્ય અમીત ચાવડાએ પણ મતદાન કર્યું હતું.