અનુષ્કા અને પ્રિયંકા બાદ હવે દીપિકા બનશે પ્રોડ્યુસર?

અનુષ્કા અને પ્રિયંકા બાદ હવે દીપિકા બનશે પ્રોડ્યુસર?

અનુષ્કા અને પ્રિયંકા બાદ હવે દીપિકા બનશે પ્રોડ્યુસર?

 

અનુષ્કા અને પ્રિયંકા ચોપરા બાદ હવે બોલીવુડ ક્વીન દીપિકા પાદુકોણ પણ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહી છે. સક્સેસફુલ એક્ટ્રેસ બાદ પ્રોડ્યુસર બનવું દીપિકા માટે એક મોટું સપનું છે. સુત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડમાં એક સફળ એક્ટ્રેસ બન્યા બાદ હવે દીપિકા પ્રોડક્શન તરફ વળી રહી છે.
અનુષ્કા પોતાના બેનર ક્લીન સ્લેટ નીચે એનએચ-૧૦,ફિલોરી અને પરી જેવી ફિલ્મો બનાવી ચુકી છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપડાએ પણ પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ્સ નીચે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ડેબ્યૂ કર્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ હવે દીપિકા પણ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવાની તૈયારીમાં છે.
દીપિકા પહેલા પણ ઘણા ઈન્ટરવ્યૂમાં પોતાની આ ઈચ્છાને જાહેર કરી ચુકી છે. દીપિકાએ પહેલા જણાવ્યું હતું કે, ‘હું પોતાનું પ્રોડક્શન બેનર ખોલવા માંગું છું. હું ઈચ્છું છું કે હું પ્રોડ્યુસર અથવા તો લાઈન પ્રોડયૂસર બનું કારણકે મારી પર્સનાલિટી એ પ્રકારની છે. હું પૈસા કમાવવા માટે પ્રોડ્યુસર બનવા નથી માંગતી.
દીપિકાનું છેલ્લે ફિલ્મ ‘પદ્માવત’માં જોવા મળી હતી. જાણવા મળી રહ્યું છે કે દીપિકા ટૂંક સમયમાં ઈરફાન ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ શિવાય દીપિકાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો આ હાલમાં તેના લગ્નની ચર્ચા ખૂબ વેગ પકડી રહી છે. દીપિકા આ વર્ષે રણવીર સિંહ સાથે વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે.