Sabarkantha: ત્રણ દિવસથી જિલ્લાના એટીએમ બન્યા કેશ-લેશ

Sabarkantha: ત્રણ દિવસથી જિલ્લાના એટીએમ બન્યા કેશ-લેશ
ATMs become cash less in Himmatnagar and Sabarkantha

Sabarkantha: ત્રણ દિવસથી જિલ્લાના એટીએમ બન્યા કેશ-લેશ

Sabarkantha ના હિંમતનગર શહેરમાં ભાગ્યેજ કોઈ એટીએમ એવું છે જે ખ્હુલ્લું દેખાય છે અને જે ખુલ્લા છે તે કેશ ન હોવાને કારણે નાણા વગરના નાથીયા જેવા લાગે છે.

Sabarkantha ના હિંમતનગર સહીત ઘણા વિસ્તારોના એટીએમ ત્રણ દિવસથી બન્યા કેશ-લેશ

Sabarkantha: હિંમતનગર શહેર સહિત જીલ્લાભરમા છેલ્લા ત્રણ દિવસથી એટીએમ બંધ અને કેશ નહિ હોવાનો લઈને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ભાગ્યે જ કોઈ એટીએમ ખુલ્લુ દેખાય છે અને જો ખુલ્લું હોય તો એમાં કેશા નથીના બોર્ડ લાગેલા છે. જેને લઈને હાલ તો સ્થાનિકોને હેરાન પરેશાન થઇ ગયા છે.

નોટ બંધી બાદ 500 અને 1000 ની નોટ બંધ થતા લોકોને બહુજ હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે નોટબંધીનો એક વર્ષ ઉપરાંત સમય વિતવા છતાય સાબરકાંઠા જીલ્લામાં એટીએમમાં નોટની કમી વર્તાઈ રહી છે.

આજે હિંમતનગર શહરેના 20 થી વધુ એટીએમની લોકોને મુલાકાત લીધી પરંતુ કોઈ એટીએમમાંથી રૂપિયા નથી. તો બીજી બાજુ બેંકોમાં 10 હજારથી વધુ કેશ મળતી નથી અને મોટા ભાગના એટીએમાં 10 હજારથી વધુ કેશ નહિ મળે તેવા બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. ત્યારે અહીના સ્થાનિક લોકો તો આનાથી પરેશાન થઇ ગયા છે. પણ અન્ય જીલ્લામાંથી આવેલા લોકો પણ રાડ પાડી ગયા છે.

શહેરની વાત કરીએ તો હિંમતનગર શહેરમાં અંદાજે 34 જેટલા એટીએમ આવેલા છે અને સ્થાનિકોનુ માનીએ તો તેઓ તમામ એટીએમ ની મુલાકાત શહેરમાં ઠેર ઠેર ફરીને લઈ રહ્યા છે પરતું કોઈ એટીએમમાં કેશ જોવા મળી નથી. તો કેટલાક એટીએમ તો એવા છે કે જેમના શટર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો એટીએમમાં આવીને વીલા મોઢે પરત ફરી રહ્યા છે.

લોકો માની રહ્યા છે કે નોટબંધીની અસર હજુ સુધી પુરી થઈ નથી અને હાલ રૂપિયાની વધુ જરૂરિયાત છે પરંતુ કોઈ જગ્યાએ રૂપિયા પણ મળતા નથી. આજે તો જે એટીએમની મુલાકાત કરી તે તમામ એટીએમ ખાલી ખટ થઈ જાય છે અને લોકો હાલાકી ભોગવવી પડે છે. હાલ તો રૂપિયાની જરૂરીયાત વધુ છે અને રૂપિયા મળતા નથી.

નોટબંધી બાદથી કેશની અસર વર્તાઈ રહી છે અને જે લોકોના રૂપિયા છે તે રૂપિયા જ લોકોને મળી રહ્યા નથી હવે તો જોવુ જ રહ્યુ કે સરકાર આ અંગે યોગ્ય પગલા લઈને કેશની સમસ્યા ક્યારે દુર કરે છે તેવી સ્થાનિકો હાલ તો રાહ જોઈ રહ્યા છે.