બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાનું મતદાર યાદીમાંથી નામ ગાયબ

બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાનું મતદાર યાદીમાંથી નામ ગાયબ
Jwala Gutta

બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાનું મતદાર યાદીમાંથી નામ ગાયબ

તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે શુક્રવાર (7 ડિસેમ્બર)એ ભારે સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. મતદાન પ્રક્રિયા સવારે સાત કલાકે શરૂ થઈ હતી. રાજ્યની 119 વિધાનસભા સીટો પર ચૂંટમી યોજાઇ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, રાજ્યના 31 જિલ્લામાં 32,815 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા શરૂ છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ટેકનિકલ ક્ષતીને કારણે કેટલિક જગ્યાએ મતદાન મોડું શરૂ થયું હતું. રાજ્યમાં 2.8 કરોડથી વધુ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં લગભગ અડધી મહિલાઓ છે. આ વચ્ચે બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાને કારણે નારાજગી વ્યક્ત કરી છે.

જ્વાલાએ સૌથી પહેલા લોકોને મતદાન કરવાની અપીલ કરતા એક ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ જ્વાલા ગુટ્ટા મતદાન કરવા કેન્દ્ર પર પહોંચી હતી. પરંતુ ત્યા તેને પોતાનું નામ મતદાર યાદીમાં ન મળ્યું. વોટર લિસ્ટમાંથી નામ ગાયબ થવાને કારણે જ્વાલા નારાજ થઈ ગઈ હતી. જ્વાલા ગુટ્ટા હૈદરાબાદથી છે અને વોટર લિસ્ટમાં નામ ન હોવાને કારણે મતદાન કરી શકી નથી.
જ્વાલા ગુટ્ટાએ ટ્વીટર પર આ વાતનો ખુલાસો કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે બે ટ્વીટ કર્યાં છે. પહેલા ટ્વીટમાં લખ્યું- ઓનલાઇન નામ જોયા બાદ અહીં વોટર લિસ્ટમાંથી મારૂ નામ ગાયબ છે. હું હેરાન છું. ત્યારબાદ તેણે વધુ એક ટ્વીટ કરતા લખ્યું- આ ચૂંટણી કેમ યોગ્ય હોય શકે છે. જ્યારે તમારૂ નામ મતદાર યાદીમંથી રહસ્યમયી રીતે ગાયબ થઈ રહ્યું છે.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને કોચ પુલેલા ગોપીચંદે તેલંગણામાં મતદાન કરી દીધું છે. મહત્વનું છે કે, તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે વિરોધી પાર્ટીના આક્રમક પ્રચાર બાદ કુલ 119 સીટો પર મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સત્તામાં રહેલી ટીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગની સંભાવના છે.