Banaskantha: લગ્નસરાની સિઝનમાં નાણાં ન મળતાં બેંકોની કામગીરી સામે લોકોમાં રોષ

Banaskantha: લગ્નસરાની સિઝનમાં નાણાં ન મળતાં બેંકોની કામગીરી સામે લોકોમાં રોષ
Banks ATM gone Cash less in tharad of banaskantha, trouble for people

Banaskantha: લગ્નસરાની સિઝનમાં નાણાં ન મળતાં બેંકોની કામગીરી સામે લોકોમાં રોષ

Banaskantha : થરાદ શહેરમાં વિવિધ બેંકોના સાત એટીએમ પૈકી શનિવારે પાંચ એ.ટી.એમ. ‘કેશલેશ’ હોવાના કારણે લગ્નસરાની સીઝનમાં હજારો ગ્રાહકોને હાલાકીના પગલે રોષની લાગણી ફેલાઈ છે.

Banaskantha લગનગાળ દરમ્યાન જ બેન્કોના એટીએમ થયા કેશ લેસ

Banaskantha : થરાદ શહેરમાં એસબીઆઇનાં ત્રણ તથા દેનાબેંક અને બેંક ઓફ બરોડા અને આઇ.સી.આઇ.સી.આઇ.નું એક તથા બનાસ બેંકનું એક મળીને મળીને કુલ સાત એટીએમ આવેલાં છે. જોકે આ બધાં એટીએમ એક સાથે ચાલુહોય તેવો સંયોગ તો આજ સુધી રચાયો નથી.

થરાદ નગરના એકમાત્ર બજારમાંના એસબીઆઇના એટીએમને બાદ કરતાં અન્ય તમામ એટીએમ બંધ હતાં. તમામ એ.ટી.એમ. કેશના અભાવે બંધ હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ, બેંક ઓફ બરોડાનું શટર ખુલ્લુ હતું પણ તે પણ ‘કેશ લેશ’ હતું. એસબીઆઇના એટીએમ આગળ ગ્રાહકોની કતારો જામેલી હતી.

અત્યારે લગ્નની સિઝન ચાલી રહી હોવાથી લોકોને ખરીદી માટે રૂપીયાની જરૂર પડતી હોય છે. લોકો ગામડાંમાંથી શહેરમાં રૂપીયા મળી રહેવાની આશાએ આવતા હોય છે. છેક ઢીમા ગામથી રૂપીયા લેવા માટે આવેલા નરેશભાઇને તથા લાખણી તાલુકાના અસાસણ ગામના ટીનાભાઇ ઠાકોરને દવાખાના માટે રૂપીયાની તાકીદની જરૂરિયાત હતી અને તેમણે છ એટીએમ સુધી ધક્કા ખાધા હતા. આમ નોટબંધીને દોઢ વરસ વિતવા છતાં પણ લોકોને જરૂરીયાત ટાણે બેંકમાંથી પણ પૈસા નહી મળી શકવાના કારણે ભારોભાર રોષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.