બરોડા ડેરીના શીતકેન્દ્ર પર ત્રાટકી લૂંટ ટોળકી, રૂ. 3.56 લાખની લૂંટ

બરોડા ડેરીના શીતકેન્દ્ર પર ત્રાટકી લૂંટ ટોળકી, રૂ. 3.56 લાખની લૂંટ

બરોડા ડેરીના શીતકેન્દ્ર પર ત્રાટકી લૂંટ ટોળકી, રૂ. 3.56 લાખની લૂંટ

વડોદરા : સાવલી-સમલાયા રોડ પર આવેલા કરસીયા ગામ પાસે આવેલા બરોડા ડેરીના શિત કેન્દ્ર ગત મોડી રાત્રે બોલેરો કાર અને રાયફલ સહિત કુલ રૂ. 3.56 લાખનો મુદ્દામાલ લૂંટીને લૂંટ ચાલવનાર ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળ તપાસ હાથ ઘરી હતી.

મળતી વિગતો મૂજબ , વડોદરા નજીક સાવલી-સમલાયા રોડ પર બરોડા ડેરીનું શીત કેન્દ્ર આવેલુ છે. ગત રાત્રે આ શિત કેન્દ્ર પર 15થી20 જેટલા લૂંટરૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ શિત કેન્દ્રમાં ઘુસતાની સાથે જ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતા. અને ફર્નિચરની પણ તોડફોડ કરી હતી. આ ઉપરાંત લૂંટારૂઓએ શીત કેન્દ્રના વેટરનરી ડોક્ટર હિતેશ પટેલને ખુબ જ માર માર્યો હતો. આ ઉપરાંત 3 સિક્યુરિટી કર્મીઓને પણ માર્યા હતા. લૂંટારૂ ટોળકી શીત કેન્દ્રના પ્રાગંણમાં પડેલી ડોક્ટરની બોલેરો કાર, સિક્યુરિટી જવાનની રાયફલ અને રોકડ મળીને કુલ 3.56 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવીને ફરાર થઇ ગઇ હતી.

આ ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે લૂંટારૂ ટોળકીની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુમામા) વાઇસ ચેરમેન જી.બી.સોલંકી, એમ.ડી. સહિતના અધિકારીઓ શીત કેન્દ્ર પર પહોંચ્યા હતા.