નલીયા સામૂહિક દુષ્કર્મ મામલે, ભરૂચ મહિલા કોંગ્રેસ સમિતિની ન્યાયની માંગ

નલીયા સામૂહિક દુષ્કર્મ મામલે, ભરૂચ મહિલા કોંગ્રેસ સમિતિની ન્યાયની માંગ

નલીયા સામૂહિક દુષ્કર્મ મામલે, ભરૂચ મહિલા કોંગ્રેસ સમિતિની ન્યાયની માંગ

ભરૂચ : કચ્છના નલિયામાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ ગુજારાયાનો બનાવ પ્રકાશમાં આવ્યા પછી આ પ્રકરણમાં ભાજપના કાર્યકતાઓની સંડોવણી જાહેર થતા ભરૂચ જિલ્લાની મહિલા  કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાયની માંગણી કરી હતી.

કચ્છ જિલ્લાના નલિયામાં બનેલા સામૂહિક દુષ્કર્મના પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાની વિગતો બહાર આવ્યું છે. ત્યારે મહિલાઓની સલામતી અંગે કાયદા માત્ર કાગળ ઉપર જ રાખતી ભાજપ સરકારનાં આગેવાનોનો દુષકર્મનો ભાંડો ફૂટી ગયો છે. નલીયા ગામે બનેલ બનાવ ખૂબ જ ક્ષોભજનક બનાવ કહેવાય. આ કલંકિત બનાવની યોગ્ય તપાસ હાથ ધરી આ કૌભાંડ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓનાં રેકોર્ડ તપાસવાની માંગણી કરી હતી. આ બનાવને ભરૂચ જિલ્લાની મહિલા કોંગ્રેસ સમિતીએ સખત શબ્દોમાં વખોડી કાઢી.ભરૂચ જિલ્લા કલેક્ટરને આ બનાવ બાબતે આવેદનપત્ર આપી ભોગ બનેલ મહિલાને યોગ્ય ન્યાય મળે તેની માંગ કરી હતી.