ભાજપના આ પુર્વ ધારાસભ્ય રાહુલ ગાંધીને મળ્યા પછી કોંગ્રેસમાં જોડાશે

ભાજપના આ પુર્વ ધારાસભ્ય રાહુલ ગાંધીને  મળ્યા પછી કોંગ્રેસમાં જોડાશે
ભાજપના આ પુર્વ ધારાસભ્ય રાહુલ ગાંધીને મળ્યા પછી કોંગ્રેસમાં જોડાશે

ભાજપના આ પુર્વ ધારાસભ્ય રાહુલ ગાંધીને મળ્યા પછી કોંગ્રેસમાં જોડાશે

2019ની લોકસભાની ચુંટણીને હવે એક વર્ષ બાકી છે, ત્યારે તેની તૈયારીઓ તમામા રાજકિય પક્ષોએ શરૂ કરી દીધી છે, તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા કુવરજી બાવળીયાને ભાજપમાં લીધા પછી તરત મંત્રી પદ પણ આપી દીધુ છે, હવે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રમાં ખમતીધર નેતાની શોધમાં છે., સુત્રોની જાણકારી પ્રમાણે 2017માં વિધાનસભાની ચુંટણીમાં થોડાક માટે અટકી ગયેલી રાજકિય ચર્ચા આગળ વધી છે અને ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ કનુ કલસરીયાને કોંગ્રેસમાં સામેલ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે, સંભાવના એવી છે કે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ તેની જાહેરાંત કરવામાં આવશે.

ડૉ કનુ કલસરીયાના નજીકના સુત્રોની જાણકારી પ્રમાણે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને ડૉ કલસરીયા છેલ્લાં કેટલાંક દિવસથી એકબીજાના સંપર્કમાં છે. 2017ની ચુંટણી પહેલા જ ડૉ કલસરીયા કોંગ્રેસમા સામેલ થવના હતા પણ કોઈક કારણસર મડાગાંઠ પડતા વાત આગળ વધી ન્હોતી, પણ ડૉ કલસરીયા અને કોંગ્રેસ હવે એક મત ઉપર આવ્યા છે, જેના ભાગ રૂપે રાહુલ ગાંધી અમદાવાદમાં હોય ત્યારે ડૉ કલસરીયાના કોગ્રેસ પ્રવેશની જાહેરાંત કરવામાં આવશે, 2019ની લોકસભાની ચુંટણી લઈ ડૉ કલસરીયાનો કોંગ્રેસ પ્રવેશ મહત્વનો માનવામાં આવે છે સંભાવના એવી પણ છે કે કલસરીયા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે પણ જાહેર કરવામાં આવે.

અત્યંત પ્રમાણિક અને સેવાભાવી ડૉકટર અને નેતાની છાપ ધરાવતા ડૉ કલસરીયાએ નિરમા સામે એક જનઆંદોલન કર્યુ હતું, જો કે આ જનઆંદોલનને કોંગ્રેસ અને ભાજપમાંથી કોઈએ ટેકો આપ્યો ન્હોતો.