સુરતમાં લાભપાંચમના શુભ દિવસથી કર્યા ધંધાના શ્રી ગણેશ

સુરતમાં લાભપાંચમના શુભ દિવસથી કર્યા ધંધાના શ્રી ગણેશ

સુરતમાં લાભપાંચમના શુભ દિવસથી કર્યા ધંધાના શ્રી ગણેશ

સુરત: 20 ઓકટોબરે  વિક્રમ સવંત 2074નો પ્રારંભ 20  ઓકટોબરે થયો હતો.  તો સાથોસાથ વેપારીઓએ શરૂઆતના મૂહુર્ત કરી વેપાર બંધ કર્યો હતો. બાદમાં લાભપાંચમે બુધવારથી પૂજા અર્ચના કર્યા બાદ શુભ મૂહુર્તમાં ફરી શરૂ કર્યા છે. 

નોંધનીય છે કે, લાભપાંચમે કેતુનું મૂળ નક્ષત્ર હોવાથી વેપારીઓએ વેપાર ધંધાનો પ્રારંભ સ્થિર નક્ષત્રમાં કર્યો હતો. કુમારયોગ અને કેતુનું નક્ષત્ર ધનદાયક હોવાથી મૂહુર્તના સોદા લાભદાયી રહેશે. ગોચરના ગ્રહોના ભ્રમણમાં પણ નવા વર્ષના પ્રારંભ સાથે ગજકેસરી યોગના કારણે નવા વર્ષમાં વેપાર-ધંધામાં વેગ આવશે. તેની સાથે રોકાણ કરાયેલા નાણાંનું વળતર પણ સારૂ મળશે. 

શાસ્ત્રોમાં  અને પુરાણોમાં કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમી પણ  કહેવામાં આવે છે.  આથી આ દિવસે શિક્ષણ સાથે સંકળાયેલા નાના-મોટા સૌ કોઈ સરસ્વતી પૂજન કરી પ્રારંભ કરે છે.