Video: સુરતમાં યુવાનને મોત મામલે નીકળી કેન્ડલમાર્ચ

સુરત :  મોરાભાગલ વિસ્તારમાં રહેતો યુવાન બાઈક પર બેસી પોતાના મિત્રો સાથે ડભોલી બ્રિજ પર સેલ્ફી લઇ રહ્યો હતો તે દરમિયાન બ્રિજ પર પૂર ઝડપે આવતી કારે બાઈક પર બેસેલા યુવક ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેથી અકસ્માત નો ભોગ બનેલા યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો જે અંગે જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી . ઘટનાને પગલે રોષે ભરાયેલા ઇસ્માઇલી ખોજા સમાજે કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલી સુરતના મોરાભાગલ ખાતે આવેલી પ્રિન્સ પાર્ક સોસાયટી થી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી અને પોલીસ સ્ટેશને પહોંચી પોતાની ન્યાયિક તપાસની માંગ કરી હતી બીજી તરફ પોલીસે કહ્યું હતું કે પૂર ઝડપે ગાડી હાંકનાર ની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.