કાર ચાલકે પોલીસને કચડવાનો પ્રયાસ કરતા ચકચાર મચી

કાર ચાલકે પોલીસને કચડવાનો પ્રયાસ કરતા ચકચાર મચી
કાર ચાલકે પોલીસને કચડવાનો પ્રયાસ કરતા ચકચાર મચી

કાર ચાલકે પોલીસને કચડવાનો પ્રયાસ કરતા ચકચાર મચી

રસ્તા પર વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે છાશવારે માથાકૂટ થતી રહે છે. ક્યારેક રોંગ સાઇડમાં વાહન હંકારનારા ટ્રાફિક પોલીસ સાથે ખરાબ વર્તન કરતા હોય છે. તેમજ અમુક વખત તો કાર ચાલકો સિગન્લ તોડે કે કોઇ અન્ય ટ્રાફિક નિયમનો ભંગ કરે ત્યારે ટ્રાફિલ પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે જેમા કેટલાક કાર ચાલકો પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરે છે.

આવો જ એક બનાવ ગીર સોમનાથમાં બન્યો છે. રોડ વચ્ચે ટાટા સુમો રાખવાના મુદ્દે ચાલક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી. તે દરમિયાન ટાટા સુમો ચાલક પોલીસ ઉપર ગાડી ચડાવીને ફરાર થઇ ગયો હતો. કાર ચાલકનો પોલીસે પીછો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેથી વીડિયોના આધારે પોલીસે કાર ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.(જી.એન.એસ)