છોટા ઉદેપુર,કૃષિ મંત્રીએ ખેડૂતોને સરકારી સહાયથી વાકેફ કર્યા

છોટા ઉદેપુર,કૃષિ મંત્રીએ ખેડૂતોને સરકારી સહાયથી વાકેફ કર્યા

છોટા ઉદેપુર,કૃષિ મંત્રીએ ખેડૂતોને સરકારી સહાયથી વાકેફ કર્યા

છોટાઉદેપુર: અને વડોદરા જિલ્લાનો સંયુકત કૃષિ મહોત્સવ રાજયના કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરીયાના અધ્યક્ષસ્થાને એસ.એન.કોલેજ છોટાઉદેપુર ખાતે યોજાયો હતો જેમાં તેઓએ સરકાર ખેડૂતોને કેવી રીતે સહાયરૂપ બને છે તેવી યોજનાઓથી વાકેફ કર્યા હતા.

તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે,ખેડૂતોને તુવેર અને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લઇ તુવેર અને મગફળીની ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપી શકયા છીએ. ઉપરાંત ખેડૂતો ઓછા ખર્ચે,ઓછા પાણીએ વઘારામાં વઘારે પાક ઉત્પાદન લે તે માટે ડ્રીપ ઇરીગેશનમાટે સહાયમાં વઘારો કરાયો છે.

રાજયના ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી આર્થિક સધ્ઘરતા પ્રાપ્ત કરે તે માટે ગુજરાતમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સ્થાપવાનું આયોજન કરાયું છે. ખેડૂતોમાટેપ્રઘાનમંત્રી સિંચાઈ યોજના અમલમાં મૂકી છે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોઘ કરતા રાજયના કૃષિ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરી જાનવર કરડવા કે અકસ્માત મૃત્યુ થાય તો ખેડૂતોના વારસદારને રૂ.1 લાખની સહાય આપવામાં આવે છે.

નાના સિમાંત ખેડૂતો તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે સબસીડીમાં વઘારો કરાયો છે. ખેડૂતોના ખેતરમાં ભૂંડ અને રોઝ જેવા પ્રાણીઓથી ખેતીને નુકશાન થતું હોવાથી રાજય સરકારે ખેડૂતોનો પાક બચાવવા માટે રૂ.750 કરોડની તારની વાડની યોજના અમલી બનાવી છે. ચાલુ વર્ષે રૂ.200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને કૃષિલક્ષી જુદી-જુદી યોજનાઓના લાભ આપવા માટે આઇ કિશાન પોર્ટલના માધ્યમ દ્વારા સહાય અને સબસીડી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી આઘારિત ઉઘોગો ખેડૂતની પોતાનીજમીનમાં કરવો હોય તો જમીન એન.એ. કરાવી પડશે નહી તથા 24 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. દર વર્ષે ખેડૂતોને નવા વીજ કનેકશન આપવા એક સર્વે નંબરમાં બે વીજ કનેશકન આપવા રાજય સરકાર દર વર્ષે રૂ.470 કરોડની વીજ સબસીડી આપે છે.
રાજય કક્ષાના વન અને આદિજાતિ વિભાગના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ રાજયના વન અને આદિજાતિ વિકાસ વિભાગના સંસદીય સચિવશ્રી જયંતિભાઇ રાઠવા સાંસદશ્રી રામસિંહ રાઠવાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આ અવસરે ખેતી ક્ષેત્રે સિધ્ઘિ હાંસલ કરનારા ખેડૂતોને સહાયના ચેક,પ્રમાણપત્ર આપી મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે બહુમાન કરાવામાં આવ્યું હતું.પ્રારંભમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ કૃષિલક્ષી વિવિઘ યોજનાઓની ઝાંખી કરાવતા સ્ટોલ-પ્રદર્શનની મુલાકાત લીઘી હતી.

આપ્રસંગે ડભોઇના ઘારાસભ્યશ્રી બાલકૃષ્ણ પટેલ, ગુડાના ચેરમેનશ્રી એમ.વી.પટેલ, કલેકટરશ્રી વિજય ખરાડી, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.એન.સી.પટેલ, જિલ્લા વિકાસ અઘિકારીશ્રી અમૃતેશ ઔરંગાબાદકર, સામાજિક અગ્રણીઓ જશુભાઇ રાઠવા, એસ.ટી.નિગમના ડીરેકટરશ્રી જશુભાઇ ભીલ તેમજ વડોદરા-છોટાઉદેપુર જિલ્લાના ખેતીવાડી અઘિકારીશ્રીઓ, પદાઘિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.