વિજય રૂપાણી આપી શકે છે રાજીનામુ, જાણો કોણ બની શકે છે મુખ્યમંત્રી

વિજય રૂપાણી આપી શકે છે રાજીનામુ, જાણો કોણ બની શકે છે મુખ્યમંત્રી

વિજય રૂપાણી આપી શકે છે રાજીનામુ, જાણો કોણ બની શકે છે મુખ્યમંત્રી

પ્રશાંત દયાળ

દિલ્હી ભાજપમાં ફરી એક વખત ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરબદલનો ગણગણાટ શરૂ થયો છે, જો કે આ મામલે ભાજપના કોઈ નેતા જાહેરમાં કઈ બોલવા તૈયાર નથી, પણ આ ફેરબદલના ભાગ રૂપે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ સામે ચાલી પોતાનું રાજીનામુ પાર્ટી હાઈકમાન્ડ ને મોકલી આપે તેવી શકયતા હોવાનું દિલ્હીના સુત્રોએ જણાવ્યુ છે. 2019ની લોકસભાની ચુંટણીના સંદર્ભમાં તેમજ ગુજરાત ભાજપ સરકારની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ હાઈકમાન્ડ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરી નવા ચહેરાઓને સ્થાન આપવા માગે છે, જેમાં નવા પ્રધાનમંડળમાં વિજય રૂપાણી અને નિતીન પટેલની બાદબાકી થાય તેવી પણ શકયતા છે.

દિલ્હીના સુત્રોની જાણકારી પ્રમાણે પોતાને મુખ્યમંત્રી પદથી હટાવી રહ્યા છે તેવી જાણકારી ખુદ રૂપાણીને પણ થઈ ચુકી છે જેના કારણે તેઓ બહુ રાજી નથી આ જ કારણસર ગુજરાતના આઈએએસ અને આઈપીએસની અધિકારીની બદલી ઉપર રોક લગાવી દેવામાં આવી છે. આ બદલી નવા મુખ્યમંત્રી પોતાની રીતે કરી શકે તે માટે બદલીની ફાઈલ બાજુ ઉપર મુકી દેવામાં આવી છે. ગુજરાત ભાજપના નિર્ણય હોવાને કારણે આ મામલે માત્ર અમીત શાહ અને નરેન્દ્ર મોદી નિર્ણય લેતા હોવાને કારણે આ મામલે વધુ જાણકારી ભાજપના ટોચના નેતાઓ પાસે પણ નથી, 2017માં વિધાનસભાની જે વિસ્તારમાં બેઠકો ઘટી તેમાં સૌથી મોટુ ધોવાણ સૌરાષ્ટ્રમાં થયુ છે.

2019ની લોકસભાની ચુંટણીમાં ભાજપનું જયા ધોવાણ થયુ છે તેવા વિસ્તારમાં ભાજપનુ નુકશાન સરભર કરી લે તેવી વ્યકિતને મુખ્યમંત્રી પદ ઉપર બેસાડવામાં આવે તેવી શકયતા છે. 2001માં કેશુભાઈ પટેલ પછી સૌરાષ્ટ્રને મુખ્યમંત્રી પદ મળ્યુ જ નથી., અને નારાજ સૌરાષ્ટ્રના પટેલોને મનાવી લેવા માટે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને કેન્દ્રમાંથી લાવી ગુજરાતની ગાદી ઉપર બેસાડી દેવામાં આવે તેવી સંભાવના પ્રબળ છે. જો કે નરેન્દ્ર મોદીના સ્વભાવ પ્રમાણે જેમનું નામ બજારમાં ચર્ચાય તેના નામ ઉપર મોદી ચોકડી મારી દેતા હોય છે. અને નરેન્દ્ર મોદી કાયમ પોતાના તમામ નિર્ણયમાં લોકોને આંચકો આપવાની ટેવ હોવાને કારણે કોઈ સાવ નવુ જ નામ સામે આવે તો નવાઈ નહીં. વિજય રૂપાણી કયારેય રાજીનામુ આપશે તેવી કોઈ સ્પષ્ટ માહિતી હજી મળી રહી નથી, પણ આજની કેબીનેટ બેઠક આખરી હોય તો પણ નવાઈ નહીં.