Common Wealth Games 2018: ભારતને મળ્યા કુલ 16 ગોલ્ડ મેડલ

Common Wealth Games 2018: ભારતને મળ્યા કુલ 16 ગોલ્ડ મેડલ
Anish Bhanwala won Gold medal at Common Wealth Games 2018

Common Wealth Games 2018: ભારતને મળ્યા કુલ 16 ગોલ્ડ મેડલ

Common Wealth Games 2018 માં શુક્રવારે સવારે ભારતને વધુ ત્રણ મેડલ મળ્યા છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં તેજસ્વિની સાવંતે ગોલ્ડ મેડલ અને અંજુમ મૌદગિલે સિલ્વર મેડલ જીતી લીધો છે. સાથે જ ભારતીય શૂટર અનિશ ભાનવાલાએ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે. 15 વર્ષીય અનીશ ભારતના સૌથી યુવા ગોલ્ડ મેડલિસ્ટ બની ગયા છે. તેની સાથે જ આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 34 મેડલ્સ થઇ ગયા, જેમાં 16 ગોલ્ડ મેડલ છે. ભારત રેન્ક લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

Common Wealth Games 2018 માં – 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલના ફાઇનલ્સમાં સ્ટેજ 1 પછી શૂટર અનીશનો સ્કોર 13 હતો. પછી સ્ટેજ 2 એલિમિનેશનના પાંચ રાઉન્ડમાં તેમણે 17 અંક વધુ હાંસલ કરી લીધા. આ રીતે કુલ 30ના સ્કોર સાથે તેમણે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો. આ કોમનવેલ્થ ગેમ્સમાં તેમનો રેકોર્ડ પણ છે.

50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં તેજસ્વિની સાવંતે ફાઇનલમાં નીલિંગ (152.4), પ્રોન (310.1) અને સ્ટેન્ડિંગ (એલિમિનેશન) મળીને કુલ 457.9 અંક હાંસલ કરીને ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો. આ આંકડો (457.9) કોમનવેલ્થ ગેમ્સમાં એક રેકોર્ડ પણ છે.

આ સિવાય અંજુમ મૌદગિલે નીલિંગ (151.9), પ્રોન (308) અને સ્ટેન્ડિંગ (એલિમિનેશન) મળીને 455.7 અંક મેળવ્યા હતા. તેમણે સિલ્વર મેડલ જીત્યો છે.

આ પહેલા તેજસ્વિનીએ 2010 મ્યુનિચ (જર્મની) વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 50 મીટર રાઇફલ પ્રોનમાં ગોલ્ડ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તે ગોલ્ડ જીતનારી પહેલી મહિલા ખેલાડી છે.

તેજસ્વિનીએ 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 50 મીટર રાઇફલ પ્રોનમાં સિલ્વર, પેયર્સ 50 મીટર રાઇફલ પ્રોનમાં બ્રોન્ઝ, પેયર્સ 50 મીટર 3 રાઇફલ પોઝિશનમાં બ્રોન્ઝ જીત્યો હતો. તે 2006 મેલબર્ન કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ અને પેયર્સ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ગોલ્ડકોસ્ટ ગયેલા ભારતીય શૂટર્સના દળમાં તે સૌથી વધુ ઉંમરની મહિલા છે.