કોમનવેલ્થ ગેમ્સ : સિંધુને હરાવી સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ : સિંધુને હરાવી સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ જીત્યો
સિંધુને હરાવી સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ : સિંધુને હરાવી સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સમાં ૧૧મા અને અંતિમ દિવસે ભારતે બેડમિન્ટનમાં ચાર મેડલ જીત્યાં છે. સાઈના નેહવાલે ગોલ્ડ, પીવી સિંધુ, કિદાંબી શ્રીકાંત તેમજ સાત્વિક રંકીરેડ્ડી અને ચંદ્રશેખર શેટ્ટીની જોડીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. બેડમિન્ટનના વુમેન્સ સિંગલ્સનો ફાઈનલ મુકાબલો સાઈના અને સિંધુ વચ્ચે થયો હતો. જેમાં સાઈનાએ ૨૧-૧૮, ૨૩-૨૧થી જીત હાંસલ કરી હતી. તો કિંદાબી મેન્સ સિંગલ્સના ફાઈનલમાં મલેશિયાના લી ચોંગ વેઇથી ૧૯-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૪થી હારી ગયો હતો.

મેન્સ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગને ઈંગ્લેન્ડના માકર્સ એલિસ અને ક્રિસ લેંગ્રિઝની જોડીએ ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવ્યો હતો. આ ઉપરાંત ભારતને સ્કવોશમાં એક સિલ્વર અને ટેબલ ટેનિસમાં બે બ્રોન્ઝ મેડલ મળ્યાં. આ રીતે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના ૮૪ વર્ષના ઈતિહાસમાં ૫૦૦ મેડલ્સના આંકડો પાર કરી લીધો છે. ભારતે પહેલી વખત ૧૯૩૪માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં સાઈનાનો આ બીજો સિંગલ્સ ગોલ્ડ મેડલ છે. ૨૦૧૦ની દિલ્હી ગેમ્સમાં પણ એ ચેમ્પિયન બની હતી. આજની ફાઈનલમાં સાઈનાએ જોરદાર આક્રમક અને પાવરપેક્ડ પરફોર્મન્સ બતાવ્યો હતો. એને કારણે સિંધુ પર શરૂઆતથી જ પ્રેશર બની રહ્યું હતું. જોકે સિંધુએ છેવટ સુધી સાઈનાને લડત જરૂર આપી હતી. એને કારણે જ મેચ એકતરફી ન બની જતાં રોમાંચક રહી હતી.

ભારતે ૧૧માં દિવસે ૧ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ સહિત ૭ મેડલ જીત્યાં છે. મેડલ ટેલીમાં ભારતનું ત્રીજું સ્થાન છે. અત્યારસુધી થયેલાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૫૦૪ મેડલ થઈ ગયાં છે.