કોંગ્રેસનો 24 નગરપાલિકાનો દાવો જૂઠ્ઠો સાબિત થયો છે : ભરત પંડ્યા

કોંગ્રેસનો 24 નગરપાલિકાનો દાવો જૂઠ્ઠો સાબિત થયો છે : ભરત પંડ્યા

કોંગ્રેસનો 24 નગરપાલિકાનો દાવો જૂઠ્ઠો સાબિત થયો છે : ભરત પંડ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશમાં ગમે ત્યાં ચૂંટણી હોય કે ગુજરાતમાં કોંગ્રેસ સતત હારતી જાય છે. વિધાનસભા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની પેટાચૂંટણી હોય કે પછી નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં જનતા જનાર્દને ભાજપની વિચારધારા અને વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારને જનસમર્થન મળ્યું છે. કોંગ્રેસની વેરઝેર, જાતિવાદ અને નકારાત્મક રાજનીતિને જાકારો મળ્યો છે.

ખેડા જિલ્લાની ૬ નગરપાલિકાના પદાધિકારીઓની નિયુક્તિ કરવાની હતી જેમાં, મહેમદાબાદમાં ભાજપની પૂર્ણ બહુમતી હતી, બાલાસિનોર, મહુધા, ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપે સમર્થનથી અને ચકલાસી નગપાલિકામાં સમર્થન આપીને ભાજપ શાસિત નગરપાલિકાઓ બનાવી છે. આમ, 75 નગરપાલિકાની ચૂંટણીમાં 74 નગરપાલિકાઓમાં પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે.

74 નગપાલિકા પૈકી 55 નગરપાલિકાઓમાં ભાજપની બની છે અને દેવગઢ નગરપાલિકા હજૂ અનિર્ણિત છે.ત્યારે કોંગ્રેસે આ પહેલા 24 નગરપાલિકાઓ વિજ્ય થયો છે અને કોંગ્રેસની ન.પા.બની છે તેવો જોર-શોરથી દાવો કર્યો તો પરંતુ આજે એ કોગ્રેંસનો દાવો પોકળ સાબિત થયો છે. કોંગ્રેસના વિચારો, કાર્યક્રમો અને દાવાઓ હંમેશા નકારાત્મક અને જૂઠ્ઠા હોય છે.તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.