શિવસેના સાથે કોંગ્રેસને વૈચારિક મતદભેદ,જોડાણનો કોઈ પ્રશ્ન જ નથી : અશોક ચવ્હાણ

શિવસેના એકલે હાથે લડવાના મક્કમ છે, તેવા સંકેતો મળી રહ્યા છે, અને ભાજપ વિરોધી મોરચામાં જોડાવા શરદ પવારે આમંત્રણ આપ્યું છે. ત્યારે કોંગ્રેસે શિવસેના સાથે હાથ મિલાવવા ઇન્કાર કર્યો છે.

મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે, શિવસેના સાથે કોંગ્રેસને વૈચારિક મતભેદ છે. જોડાણ અંગેની આખરી નિર્ણય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા લેવામાં આવશે.

એનસીપીના સ્થાપ્નાદિનના ઉપલક્ષમાં પુણેમાં યોજાયેલા કાર્યક્રમમાં રવિવારે શરદ પવારે પાલઘરનું ઉદાહરણ આપી કહ્યું હતું કે, શિવસેના, કોંગ્રેસ અને બહુજન વિકાસ આઘાડી (મ્ફછ)ના મત ભાજપ કરતા વધુ હતા.

જેથી આગામી ચૂંટણીમાં બધા રાજકીય પક્ષોએ હાથ મેળવવા જોઈએ. મહારાષ્ટ્ર કોંગ્રેસ મહારાષ્ટ્ર ભાજપવિરોધી મોરચ રચવાની પહેલ કરી છે અને આ અંગેનો અહેવાલ પાર્ટી હાઇકમાન્ડને મોકલવામાં આવ્યો છે.(જી.એન.એસ)