રામપુરા ગોડાઉનમાં સલામતી માટે 108 એમ્બ્યુલન્સની સુવિધા

રામપુરા ગોડાઉનમાં સલામતી માટે 108 એમ્બ્યુલન્સની સુવિધા

રામપુરા ગોડાઉનમાં સલામતી માટે 108 એમ્બ્યુલન્સની સુવિધા

દાહોદ: રામપુરા ગોડાઉનમાં પડેલું ઘાસ પુર અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક મોકલવાનું હતું. ત્યારે કોબ્રા નાગના ભયથી રાતના સમયે આ ઘાસનું ટ્રકમાં લોડિંગ કરવાની મુશ્કેલી હતી. આ બાબતની જાણ થતાં કલેક્ટર જે.રંજિથકુમાર જાતે ગોડાઉન ખાતે પહોંચી ગયા હતાં. ત્યાં પુછપરછ કરતાં શ્રમિકોએ ચોમાસાનો સમય હોવાથી ગોડાઉનમાં કોબ્રા નાગ અને ઝેરી સર્પ હોવાની દહેશત વ્યક્ત કરી હતી.

એક તરફ પુર અસ૨ગ્રસ્ત વિસ્તારમાં ઘાસ મોકલવું જરૂરી હતું જયારે  ભૂતકાળમાં બનેલા બનાવને કારણે ગોડાઉનમાં સાપની દહેશતે શ્રમિકો અસલામતી અનુભવી રહ્યા હતા ત્યારે કલેકટરે ગોડાઉન દોડી જઈ  જણાવ્યું કે આપણી પાસે સર્પદંશ અંગેની એન્ટીવેનમનો રસીનો પુરતો જથ્થો છે. અને આકસ્મિક સારવાર માટે ઘાસ મોકલવાની કામગીરી ચાલે ત્યાં સુધી 108 ગોડાઉન ખાતે સ્ટેન્ડ બાય રહેશે જેથી ચિંતા જેવું નથી.

કલેકટરની સુચનાથી  સેફ્ટી માટે ઘટના સ્થળે એક 108 ઉભી કરવામાં આવી હોવાથી  સર્પદંશના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહેશે. શ્રમિકોને સુરક્ષાનો અહેસાસ થતા તેઓએ  કામગીરી  શરુ કરતા માત્ર પાંચ કલાકના સમય ગાળામાં બે ટ્રક ઘાસ બનાસકાઠાં રવાના કરવામાં આવ્યું હતું.