સેક્સી એશિયન મહિલાના લિસ્ટમાં દીપિકા પાદુકોણ ટોપ પર

સેક્સી એશિયન મહિલાના લિસ્ટમાં દીપિકા પાદુકોણ ટોપ પર
sexy-asian-woman

સેક્સી એશિયન મહિલાના લિસ્ટમાં દીપિકા પાદુકોણ ટોપ પર

દીપિકા પાદુકોણ બુધવારે રિલીઝ કરવામાં આવેલા ‘50 સૌથી સેક્સી એશિયન મહિલાઓના’ લિસ્ટમાં ટોપ પર આવી છે. યુકે સ્થિત ઇસ્ટર્ન આઈ વીકલી દ્વારા આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું છે કે, દીપિકા માટે આ વર્ષ સ્વપ્નમય રહ્યું છે. તેની ફિલ્મ ‘પદ્માવત’ સુપરહિટ રહી છે. એ સિવાય આ જ વર્ષે રણવીર સિંઘની સાથે તેના મેરેજ થયા છે. સાથે જ મેન્ટલ હેલ્થ બાબતે અવેરનેસ લાવવ માટે તે જે કામ કરી રહી છે એની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

ગયા વર્ષની ટોપર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બીજા સ્થાને આવી છે. દીપિકાની જેમ તેના પણ આ વર્ષે મેરેજ થયા છે. તેણે રિસન્ટલી જ અમેરિકન સિંગર નિક જોનસની સાથે મેરેજ કર્યા છે. ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ત્રીજા સ્થાને આવી છે. તેણે તેની આ પોઝિશન જાળવી રાખી છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન ચોથા સ્થાને આવી છે. આ લિસ્ટમાં એ સિવાય શિવાંગી જોશી (5), આલિયા ભટ્ટ (6), સોનમ કપૂર (7), હિના ખાન (8), કેટરિના કૈફ (9) અને નીતિ ટેલર (10)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.