લોકરક્ષક ભરતીના પેપર લીક કાંડની ચર્ચા આજની કેબિનેટમાં છવાયો

લોકરક્ષક ભરતીના પેપર લીક કાંડની ચર્ચા આજની કેબિનેટમાં છવાયો
Paper Leaks

લોકરક્ષક ભરતીના પેપર લીક કાંડની ચર્ચા આજની કેબિનેટમાં છવાયો

લોકરક્ષક ભરતીના પેપર લીક કાંડની ચર્ચા આજની કેબિનેટની બેઠકમાં હાથ ધરવામાં આવી હતી વિપક્ષો દ્વારા બેરોજગારીના મુદે સરકાર સામે મોરચો ખોલવામાં આવશે તેનો અંદેશો આવી જતાં ડેમેજ કંટ્રાેલ કવાયત શરૂ કરવામાં આવી છે. હાઈકમાન્ડ દ્વારા આવી કોઈ બાબતો ચલાવી ન લેવાના કડક આદેશના પગલે પાર્ટીમાં કોઈને પણ સસ્પેન્ડ કરવાના આદેશથી ખળભળાટ મચી જવા પામ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આજની કેબિનેટ બેઠકમાં પેપર લીક કાંડ છવાઈ રહ્યાે હતો.

ઉપરાંત વાઈબ્રન્ટ સમિટ-2019ની ચાલી રહેલી તૈયારીની સમીક્ષા હાથ ધરવામાં આવશે. રાજ્યમાં મગફળી ખરીદી, અડદ-મગની ખરીદીના રજિસ્ટ્રેશનની ચર્ચા હાથ ધરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઆે અને આગામી આ યોજનાને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે.

2019ની ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટની 9મી આવૃતિને લઈને મહાત્મા મંદિર, કન્વેકશન સેન્ટર પ્રદર્શની ગ્રાઉન્ડ તેમજ ગાંધીનગર શહેરના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પંતગોત્સવ મુખ્ય સમારોહ બાદ જિલ્લા કક્ષાએ પંતગ રસિયાઆેને ખાસ વિદેશી પતંગ બાજોની મોજ કરાવવા રાજ્યમાં અંદાજે 15 જગ્યાએ આવો પંતગોત્સવ યોજવામાં આવનાર છે.

આ ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવો સાથે મગફળી, અડદ, મગની ખરીદી કરવામાં આવી રહી છે. જેનું મોનિટરિ»ગ ક્રવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ખેડૂતોને નાણાં ચૂકવવામાં રૂા.125 કરોડ જેવી બફર રકમ નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. તો એક ફદિયુ આજદિન સુધી રાફેડ દ્વારા સરકારને મળ્યું ન હોવાનું બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે. આ નાણા મેળવવા માટે સરકાર સતત પયત્નશીલ છે.

પેપર લીક કાંડના તમામ ઘટના રૂમને પણ કેબિનેટમાં અહેવાલ તરીકે મુકવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રીએ અકસ્માતમાં માર્યા ગયેલા પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.