સમારકામ દરમિયાન મકાન ધરાશાયી થતા ચાર મજૂરોનાં મોત

સમારકામ દરમિયાન મકાન ધરાશાયી થતા ચાર મજૂરોનાં મોત

સમારકામ દરમિયાન મકાન ધરાશાયી થતા ચાર મજૂરોનાં મોત

ધાનેરાના વોરાવાસમાં સમારકામ દરમિયાન મકાન ધરાશાયી થતાં ૪ મજૂરો દટાયા છે. જે ચારેય મજૂરોનાં મોત થતાં શોકનો માહોલ છવાય ગયો છે.
ઘટનાની વિગત અનુસાર ધાનેરાના વોરાવાસમાં મકાનનું બાંધકામ ચાલુ હતું તે દરમિયાન એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. જેમાં કામ કરી રહેલા ૪ મજુરા મકાનના કાટમાળ નીચે દટાય ગયા હતા. જેથી આ ચારેય મજુરોનું મોત ઘટનાસ્થળે જ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને લોકોનું ટોળું એકઠુ થઈ ગયું હતુ. અને આ તમામ મૃતહેદોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં મામલતદાર અને પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ દોડી આવ્યો હતો. અને બચાવ કામગીરી શરૂ કરી હતી.