સુરતના કિશોર-જીગ્નેશ ભજીયાવાળા અને સુમનદીપના મનસુખ અને દિપક સામે EDએ નોંધ્યો ગુનો

સુરતના કિશોર-જીગ્નેશ ભજીયાવાળા અને સુમનદીપના મનસુખ અને દિપક સામે EDએ નોંધ્યો ગુનો

સુરતના કિશોર-જીગ્નેશ ભજીયાવાળા અને સુમનદીપના મનસુખ અને દિપક સામે EDએ નોંધ્યો ગુનો

અમદાવાદ

એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા સુરતના કિશોર ભાજીયાવાળા અને તેમના પુત્ર જીગ્નેશ ભાજીયાવાળા તેમજ વડોદરાની સુમનદીપ યુનિવર્સીટીના ચેરમેન મનસુખ શાહ અને તેમના સગા દિપક શાહ સામે મનીલોન્ડરીગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે.

ગુજરાતના એન્ફોર્સમેન્ટ ડાયરેકટર દ્વારા સીબીઆઈ દ્વારા નોટબંધી દરમિયાન વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી કાળું નાણું ભરનાર સુરત પિતા પુત્ર કિશોર અને જીગ્નેશ ભાજીયાવાળા સામે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ બાદ એન્ફોર્સમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. આ પિતાપુત્રએ કરોડો રૂપિયા બેનામી ખાતામાં ભર્યા હતા.

જ્યારે ગુજરાત એસીબી દ્વારા સુમનદીપમાં પ્રવેશ આપવાના કેસમાં રૂપિયા 20 લાખની લાંચ કેસમાં ધરપકડ કરી હતી. આ મામલે એસીબીની તપાસમાં મનસુખ શાહના સગા દિપક શાહ બહાર આવ્યું કે ગેરકાયદે રીતે એકત્ર કરેલી રકમમાંથી કરોડોનું રોકાણ, ફિક્સ ડિપોઝીટ અને બેન્ક બેલેન્સ પણ છે.

આ બને કેસની જાણકારી એસીબી અને સીબીઆઈ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને આપતા તેમણે મની લોન્ડરીગ એકટ પ્રમાણે ગુનો નોંધાયો છે