કાર્તિ ચીદમ્બરમના દિલ્હી-ચેન્નાઈ સ્થિત નિવાસે EDના દરોડા

કાર્તિ ચીદમ્બરમના દિલ્હી-ચેન્નાઈ સ્થિત નિવાસે EDના દરોડા

કાર્તિ ચીદમ્બરમના દિલ્હી-ચેન્નાઈ સ્થિત નિવાસે EDના દરોડા

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના વરિષ્ટ નેતા પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા.

આ પહેલા ઇડીએ વર્ષ 2007ના આઈએનએક્સ મીડિયાને આપવામાં આવેલ FIPBની મંજૂરીમાં કથિતરૂપે જોડાયેલ મની લોન્ડરિંગને લઈને લઈને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

ઇડીએ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ મે-2017માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

કાર્તિ પર કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ પણ એફઆઈઆર દાખલ કરાવી છે. જેમાં, આઈએનએક્સ મીડિયા અને તેમના ડાયરેક્ટરો પીટર અને ઇન્દ્રાણી મુખર્જી તેમજ અન્યના નામ સામેલ છે