ઢોર પકડવા ગયેલ ટીમ પર પશુપાલકોનો હુમલો

ઢોર પકડવા ગયેલ ટીમ પર પશુપાલકોનો હુમલો

ઢોર પકડવા ગયેલ ટીમ પર પશુપાલકોનો હુમલો

વડોદરા: વડોદરામાં ગઈકાલ રાત્રે રખડતા ઢોર પકડવા ગયેલ ટીમને આંતરીને પશુપાલકોએ હુમલો કરતા 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી મહતી મુજબ, વડોદરાના ગોત્રી રાજેશ ટાવર પાસે રખડતાં ઢોર પકડવા ગયેલા ટીમ પર કેટલાંક પશુપાલકોએ હુમલો કર્યો હતો. સાથે જ ધમકી આપી હતી કે ફરીવાર ગાયો પકડવા આવશો જીવતા નહિ જવવા દઈએ.

એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોર પશુપાલકો ફરાર થઇ ગયા હતા.

સમગ્ર મામલાને લઈને દબાણ શાખાના ઇન્સ્પેક્ટર દ્વારા વડોદરાના માથાભારે અજલા ભરવાડ સહિત 8 લોકો સામે ફરિયાદ કરતાં પોલીસે રાયટિંગનો ગુનો નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.