આવકવેરા રિટર્ન ભરવું હવે બની શકે છે વધુ સરળ

આવકવેરા રિટર્ન ભરવું હવે બની શકે છે વધુ સરળ
આવકવેરા-રિટર્ન

આવકવેરા રિટર્ન ભરવું હવે બની શકે છે વધુ સરળ

કેન્દ્ર સરકાર રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય ઉઠાવવાની તૈયારીમાં છે. આ ફેરફાર હેઠળ જીએસટી રિટર્ન દાખલ કરવાના ફોર્મને સરળ બનાવવામાં આવશે તો આવકવેરા રિટર્નના ફોર્મ અને પ્રક્રિયાને પણ વધુ સરળ બનાવશે. આ પગલાંથી કારોબારીઆે અને સામાન્ય જનતાને રિટર્ન દાખલ કરવામાં સુવિધા મળશે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે જીએસટી રિટર્ન ભરવા માટે એક એપ્રિલ-2019માં નવુંઅને સરળ ફોર્મ જારી કરવામાં આવશે. સરકારે ફોર્મને સહજ અને સુગમ બનાવવા માટે સંબંધિત પક્ષો પાસે પણ મત માગ્યા હતાં. તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે સરકાર જીએસટી સંગ્રહના પોતાના બજેટને હાંસલ કરી લેશે. સાથોસાથ તેના માસિક લક્ષ્યાંકને વધારીને 1.10 લાખ કરોડ રૂપિયા કરવા માગે છે.

બીજી બાજુ આવકવેરા વિભાગ પણ પોતાના રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે પ્રીફિલ્ડ રિટર્ન ફોર્મ જારી કરવાની તૈયારીમાં છે. તેનાથી લોકોને આવકવેરા રિટર્ન દાખલ કરવાનું સરળ બની જશે.