મણીનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં પતંગના સ્ટોલ્સમાં આગ

મણીનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં પતંગના સ્ટોલ્સમાં આગ

મણીનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં પતંગના સ્ટોલ્સમાં આગ

અમદાવાદ: આવતીકાલે ઉતરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અમદાવાદમાં એક મોટી હોનારત થતા થતા ટળી ગઈ છે.

મળતી માહિતી મુજબ, શહેરના મણિનગરમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર લાગેલા પતંગના કેટલાક સ્ટોલમાં આગ લાગી હતી. અચાનક ફાટી નીકળેલી આગને કારણે નાસભાગ મચી ગઈ હતી.

જોકે સદનસીબે, ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી ઘાટ ટળી ગઈ. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવાના અહેવાલ નથી.