પ્રાંસલાની શિબિરની આગમાં 3 વિધાર્થી જીવતી ભૂંજાઈ

પ્રાંસલાની શિબિરની આગમાં 3 વિધાર્થી જીવતી ભૂંજાઈ

પ્રાંસલાની શિબિરની આગમાં 3 વિધાર્થી જીવતી ભૂંજાઈ

રાજકોટ : જીલ્લાના ઉપલેટા બ્જીક પ્રાંસલામાં વૈદિક ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષા શિબિરના ટેન્ટમાં આગ ભભૂકી ઉઠતા ત્રણ વિદ્યાર્થી જીવતી ભૂંજાઈ છે.  જયારે 300 વિધાર્થીઓને બચાવી લેવામાં આવી હતી. 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા.


13મીએ શનિવારે શિબિરની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે તેની આગલી રાત્રે જ વિદ્યાર્થીઓ જ્યાં સૂતા હતા. તે ટેન્ટમાં રાત્રે પોણાબાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. શોર્ટ-સર્કિટને કારણે આગ લાગવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

 ઘટનાને પગલે કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પ્રાંસલા પહોંચી ગયા હતા. 6 ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. મૃતકમાં ત્રણે યુવતીનો સમાવેશ થાય છે. જોકે, આ આંકડો વધી શકે તેવી શક્યતા છે. મહામહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સુતી હતી ત્યાં આગ લાગી હતી.