Rajkot માર્કેટિંગ યાર્ડમાં આગ, કારણે 18 કરોડનું નુકશાન

Rajkot માર્કેટિંગ યાર્ડમાં આગ, કારણે 18 કરોડનું નુકશાન
Fire in Rajkot Marketing Yard Cause Crores of Lose

Rajkot માર્કેટિંગ યાર્ડમાં આગ, કારણે 18 કરોડનું નુકશાન

Rajkot: રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગુજકોટના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં આગ લાગતા બહરે અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે વેર હાઉસિંગ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીના જણાવ્યા મુજબ, આગ લાગવાને કારણે 18 કરોડનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે.

વધુમાં, જાણવા મળતી માહિતી મુજબ Rajkot જૂના માર્કેટિંગ યાર્ડના ગુજકોટના પ્લેટફોર્મમાં સમગ્ર સૌરાષ્ટ્રના બારદાનનો જથ્થો રાખવામાં આવતો હતો. જેમાં, ગઈકાલ રાત્રે અગ લાગવાને કારણે મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

જોકે, આગ લાગવાનું આધારભૂત કારણ જાણવા મળ્યું નથી. આગ કયા કારણોથી લાગી હતી તેની તપાસ કરવા માટે ગુજકોટની ટીમ અમદાવાદથી Rajkot આવવા રવાના થઇ ગઈ છે. FSLની તપાસ બાદ જ આગ લાગવાની સાચી હકીકત સામે આવશે. જોકે હાલ સમગ્ર મામલે અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

થોડા સમય પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગને કારણે કરોડોનો મગફળીનો જથ્થો નાશ થઇ ગયો હતો. જેમાં, મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે, હવે Rajkot માર્કેટિંગ યાર્ડમાં પણ આવું જ કોઈ કૌભાંડ સંકળાયેલું હશે કે કેમ તે સવાલો ઉભા થઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે Rajkot જૂના માર્કેટિંગ યાર્ડમાં ગુજકોટના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો. આગને કારણે શહેરના ફાયરબ્રિગેડના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી.

આગને કારણે માર્કેટિંગ યાર્ડના વેપારીઓમાં ડરનો માહોલ ફેલાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.