ભારત-વિન્ડિઝ વચ્ચેની પ્રથમ વન-ડે ધોવાઇ

ભારત-વિન્ડિઝ વચ્ચેની પ્રથમ વન-ડે ધોવાઇ

ભારત-વિન્ડિઝ વચ્ચેની પ્રથમ વન-ડે ધોવાઇ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ છે. ક્વીંસ પાર્કમાં રમાયેલી મેચમાં વરસાદના કારણે ટીમ ઇન્ડિયા પુરી ઇનીંગ રમી શકી ન હતી. મેચ રોકાઇ ત્યારે ભારતનો સ્કોર 39.2 ઓવરમાં 3 વિકેટાના ભોગે 199 રન હતો. ત્યાર બાદ સતત વરસાદ પડતો રહ્યો અને ભારતની ઇનીંગ પુરી થઇ શકી ન હતી.

આ શ્રેણીની બીજી વન-ડે મેચ રવિવારે રમાશે. આ પહેલા મેચમાં ટોસ જીતીને વેસ્ટ ઇન્ડિઝે પહેલા બોલીંગ પસંદ કરી હતી. જેમાં રોહીત શર્માની જગ્યાએ શિખર ધવનની સાથે અજિંક્ય રહાણે ઓપનીંગમાં આવ્યાં હતાં. બન્નેએ પહેલી વિકેટ માટે 132 રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણેએ 78 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 62 રન નોંધાવ્યા હતા. તો ધવને 92 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 87 રન કર્યા હતા.