જાણો ક્યાં-ક્યાથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો?

જાણો ક્યાં-ક્યાથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો?

જાણો ક્યાં-ક્યાથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો?

ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ મથકના નવનિયુકત પો.સ.ઇ. જેઓને ફરજ પર આવ્યાને હજુ 12  કલાક જેટલો સમય પણ થયો ન હતો તેવા પો.સ.ઇ. એચ.એન.બારીયા અને પોલીસ કર્મીઓને નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામની સીમમાં રાત્રીના અંધકારના સમય દરમિયાન ખુબ જ મોટો જથ્થો આઇસર-ટેમ્પામાંથી વિદેશી દારૂ ઠલવાય રહ્યાની બાતમી મળી હતી.

નેત્રંગ પોલીસે સતર્કતા દાખવી પોલીસ બંદોબસ્ત સાથે રેડ પાડી હતી. પરંતુ અંધકારનો લાભ ઉઠાવી અશોક કેસરીમલ માલી. રહે કંબોડિયા અને દયારામ રતીલાલ વસાવા. રહે ટીમરોલીયા સહિત એક અજાણ્યો ઇસમ પોલીસને ચકમો આપી અંધકારનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયા હતા.

જ્યારે નેત્રંગ પોલીસે આઇસર-ટેમ્પાની સઘન તલાશી હાથ ધરતાં તેમાં ખુબ જ મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-3060 અને બીયરની બોટલ નંગ ૭૨ મળી આવી હતી. જ્યારે બીજી બાજુએ નેત્રંગ પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં 3,૦૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સહિત 8,૦૦,૦૦૦ નો આઇસર-ટેમપો કબ્જે કયૉ હતો, જ્યારે ફરાર ખેપિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સંદર્ભે નેત્રંગ તાલુકામાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તો અન્ય એક કિસ્સામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરના કેશવ પાર્ક પાસેથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે આઈ-20 કારનાં ચાલકની ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂની ખેપ મારવામાં આવી રહી છે. જે બાતમીનાં આધારે એલસીબી પોલીસે શહેરનાં પીરામણ ગામથી કેશવ પાર્ક રોડ સુધી વોચ ગોઠવી હતી.

તે દરમિયાન સફેદ રંગની આઈ-20 કાર ત્યાંથી શંકાસ્પદ રીતે પસાર થતા એલસીબી પોલીસે કારને અટકાવી હતી.અને કારની સઘન તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે આઈ – 20 કારના ચાલક નયન વાલજીભાઇ ભાનુશાલી રહેવાશી કેશવ પાર્ક, મકાન નંબર બી- 1 અંકલેશ્વરનાઓની ધરપકડ કરી હતી અને રૂપિયા 76,800 નો દારૂ તેમજ આઈ – 20 કાર કિંમત 2 લાખ રૂપિયા મળીને કુલ રૂપિયા 2,76,800નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શહેર પોલીસને સોંપી હતી.