અંતિમવિધિના રૂપિયા ન હોવાથી ફૂટપાથ પર ૨૦ કલાક સુધી મૃતદેહ પડી રહ્યો..!!

સંસ્કારનગરી વડોદરામાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના બદામડી બાગ પાસે ફૂટપાથ પર જીવન ગુજારતા યુવાનનું મોત સોમવારે સાંજે બીમારીથી મોત થયુ હતુ. મૃત્યુ થયા બાદ બહેન પોતાના ભાઇના મૃતદેહને લઇને ૨૦ કલાક સુધી બેસી રહી હતી. છેવટે આજે સેવાભાવી વ્યક્તિએ મદદ કરતા યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા વર્ષ-૨૦૦૬માં સ્માર્ટ સિટી અંતર્ગત બાપોદ જકાતનાકા વિસ્તારના ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. જેમાં રાજુભાઇ પ્રવિણભાઇ જાદવ (ઉં.વ.૪૫)ના ઝૂંપડાનો પણ સમાવેશ થતો હતો. ઝૂંપડુ ન રહેતા રાજુભાઇ જાદવ બહેન સંગીતા અને સાળા મનોજ સાથે બદામડીબાગ પાસે ફૂટપાથ ઉપર પર રહેવા લાગ્યા હતા. ભાઇ-બહેન અને સાળો દિવસે છૂટક મજૂરી કામ કરતા હતા. અને રાતે ફૂટપાથ ઉપર રાત વિતાવતા હતો.

છેલ્લા કેટલાક દિવસથી રાજુભાઇની તબિયત બગડી હતી. જોકે નાણાંના અભાવે યોગ્ય સારવાર ન મળતા તેમનું સોમવારે સાંજે મોત નીપજ્યું હતું. ભાઇ રાજુનું મોત નીપજતાં બહેન અને સાળો ચિંતાતૂર બની ગયા હતા. નાણાંના અભાવે તેઓ રાજુની અંતિમવિધી કરી શકે તેવી સ્થિતી ન હોવાથી આખીરાત લાશ પાસે બેસી રહ્યા હતા.(જી.એન.એસ)