ગીર-સોમનાથ : ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ

ગીર-સોમનાથ : ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ

ગીર-સોમનાથ : ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ

ગીર-સોમાનાથ : જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં મતદારો સવારે 8 વાગ્યે મતદાન મથક પહોંચી ગયા હતા. 6 તાલુકાની  29 ગ્રામપંચાયતોમાં મતદાનને લઈને મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળમાં 3, તાલાલામાં 10,સુત્રાપાડામાં 1 કોડીનારમાં 10 ઉનામાં 1 અને ગીર ગઢડામાં 4 સહીત કુલ 29 ગ્રામપંચાયતને જીતવા માટે 67 સરપંચ ઉમેદવારો મેદાને છે. જ્યારે 443 સભ્ય ઉમેદવારો મેદાને છે.

જીલ્લાભરમાં કુલ 254 વોર્ડમાં 91 મતદાનમથક છે. જેમાં 34 મતદાનમથકને સંવેદનશીલ જ્યારે 55 મતદાનમથકને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચુંટણીને લઈને જિલ્લાભરમાં ચુસ્ત  પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.