ગોધરા : જનરલ મોટર્સને તાળા લગતા 2100 કર્મચારીઓ બેરોજગાર

ગોધરા : જનરલ મોટર્સને તાળા લગતા 2100 કર્મચારીઓ બેરોજગાર

ગોધરા : જનરલ મોટર્સને તાળા લગતા 2100 કર્મચારીઓ બેરોજગાર

ગોધરા: પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ જનરલ મોટર્સ પ્લાન્ટ બંધ થતા 2100 ઉપરાંત યુવા કામદારોની રોજી રોટી છીનવાઈ હોવા છતાં રાજ્ય સરકાર કર્મચારીઓના વ્હારે ન આવી હોવાનો રોષ કર્મચારીઓએ ઠાલવ્યો છે.

કારનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી જનરલ મોટર્સ કંપનીએ સાંજે 4ના ટકોરે કામકાજ સમેટી લેતા કંપનીમાં કામ કરતા 2100 જેટલા કર્મચારી બેરોજગાર બન્યા છે.

જનરલ મોટર્સ કંપનીની સ્થાપના 1996માં થઈ ત્યારથી 10 લાખ ઉપરાંત કારોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

વર્ષ 2015માં પ્લાંટ બંધ કરવાના કંપનીની હિલચાલ સામે કર્મચારીઓ હાઈકોર્ટના શરણે ગયા હતા ત્યાર બાદ કંપની દ્વારા કાયમી 550 જેટલા કર્મચારીઓને વીઆરએસ અને મહારાષ્ટ્ર પ્લાન્ટમાં સિફટીંગની ઓફર કરી હતી જેમાં કેટલાક કર્મચારીઓએ સ્વીકાર કરી હડતાળ કરી હતી જો એ કંપની ખોટ કરતી હોવાનું કારણ જણાવી પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું હતું જયારે કર્મચારીઓએ આ વાતને નકારી હતી.

આજે કર્મચારીઓએ આખરી સીફ્ટ પુરી કરી કર્મચારીઓ ઉદાસ ચહેરે પોતાના ઘરે જતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારે આ મામલે ગંભીરતા ન દાખવતા 2100 ઉપરાંત યુવાનો બેરોજગારી તરફ ધકેલાયા હોવાનો આક્ષેપ કામદાર એસો પ્રમુખ નીતિન સોની દ્વારા કરવામાં આવ્યો હતો. યુવા બેરોજગારોને રોજગારી આપવાની વાતો કરતી રાજ્ય સરકારની વાતો પોકળ સાબિત થઈ હોવાનું યુવા કામદારોએ જણાવ્યું હતું