ગુજરાત: આજથી અંબાજીમાં નવલી નવરાત્રિનો પ્રારંભ, ખેલાયામાં ભારે ઉત્સાહ

ગુજરાત: આજથી અંબાજીમાં નવલી નવરાત્રિનો પ્રારંભ, ખેલાયામાં ભારે ઉત્સાહ

ગુજરાત: આજથી અંબાજીમાં નવલી નવરાત્રિનો પ્રારંભ, ખેલાયામાં ભારે ઉત્સાહ

માં દુર્ગા આદ્યશકિત,અંબા સહિત નવ દેવીઓનો ભકિત, ઉપાસનાનો સમય એટલે નવરાત્રી. યુવાહૈયામાં ધનગનાટ મચાવતી રૂમઝુમ નવલી નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થઈ જવાં પામ્યો છે. જયાંરે રઢીયાળી રાતમાં નવે-નવ દિવસ ગરબે ઘુમવાં ખેલૈયાઓ સજજ બની નવરાત્રીની તડામાર તૈયારીઓનો આજે અંત આવ્યો હતો.માં અંબાજી માં નવરાત્રી નિમિતે ભક્તોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અને અંબાજી માં પુરજોશ માં પૂજા-આરાધના માટે તૈયારીઓ ચાલી રહી છે. ભક્તોમાં જપ,તપ વ્રત કરવા માટે નવ દિવસનો સમય શ્રેષ્ઠ મનાય છે.

નવરાત્રિને દુનિયાનો સૌથી મોટો આધ્યાતિમક ઉત્સવ ગણવામાં આવે છે.

આસો નવરાત્રિને સમગ્ર દુનિયાનો સૌથી મોટો આધ્યાતિક ઉત્સવ ગણવામાં આવે છે. ચંડીપાઠ, સ્તવન, હોમહવન, અનુષ્ઠાન થશે. મા જગતજનીની આરતી-અર્ચના સાથે ચાચર ચોકમાં ભાવિકજનો, ખૈલેયાઓ ગરબે ઘૂમશે. વિવિધ માઇપીઠ સ્થાનોમાં વહેલી સવારથી મોડી રાત્રિ સુધી જગતજનનીની પૂજા, ચારેય પ્રહરની પૂજા અને શણગાર કરવામાં આવશે.શેરી, સોસાયટીમાં નવરાત્રિની ઉજવણીની સાથોસાથ ગરબા ગ્રાઉન્ડોમાં પણ ભારે ભીડ ઉમટે છે. પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાના આયોજનો થાય છે.

માં અંબાજી નો યાત્રીઓ માટે દર્શન અને આરતી નો સમય

(૧) સવારે આરતી : 7-30 થી 8

(૨) સવારે દર્શન : 8 થી 11:30

(૩) રાજભોગ બપોરે : 12 કલાકે

(૪) બપોરે દર્શન : 12:30 થી 14:15

(૫) સાંજે આરતી : 06-30થી 07-00

(૬) સાંજે દર્શન : 19:00 થી 21:00