ગુજરાતી રેસીપી પાતરા

ગુજરાતી રેસીપી પાતરા
patra recipe

ગુજરાતી રેસીપી પાતરા

પાતરા બનાવવા શું જોઈએ એ જરા જોઈ લઈએ
૧૦ નંગ અળવીના પાન
૨૫૦ ગ્રામ ચણાનો લોટ
૧ ચમચો મકાઈ નો લોટ
૪ ચમચી આદુમરચાની પેસ્ટ
૪ ચમચી ખાંડ
૧/૨ ચમચી હળદર
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
૧ લીંબુ
૨ ચમચી તેલ
વઘાર માટે ૩ ચમચા તેલ , રાઇ ,આખું જીરું , તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ

રીત :
પહેલા અળવીના પાનને ધોઈને સાફ કરી લઈએ .
તેની લાંબી દાંડી અને નસ જે દેખાય છે તે કાપી લઈએ .
હવે પાનને કોરા કરી લઈએ
એક પહોળા વાસણમાં ચણાનો લોટ અને મકાઈનો લોટ લઈએ .
તેમાં આદુ મરચાની પેસ્ટ ,ખાંડ ,હળદર ,લાલમરચું ,ગરમ મસાલો ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને ખીરું તૈયાર કરો .
હવે એક સપાટ વસ્તુ પર પાન ને ગોઠવી તેના પર ખીરું લગાવો. ફરી તેના પર બીજું પાન પાથરી ખીરું લગાવો. ફરી એના પર ત્રીજું પાન લગાવી ખીરું લગાવી પાનને વાળતા જાવ અને ખીરું લગાવતા જાવ અને રોલ બનાવો .
આમ દરેક વખતે કરી રોલ તૈયાર કરો .
આ બધાં રોલને બાફવા મુકો .
ધીમા તાપે અડધી કલાકમાં પાતરા સરસ ચઢી જશે .
ઠંડા થાય એટલે પાતરાને કાપી લો
વઘાર માટે પહોળા વાસણમાં તેલ મુકો. તેમાં રાઇ-જીરું નાંખો ,લીમડો અને હિંગ નાંખી પાતરાને વઘારી લો. તેના પર સફેદ તલ, કાપેલા મરચા, કોથમરી નાંખીને ખજુર અને આમલીની ચટણી સાથે પીરસો.
ઘણા લોકોને કડક પાતરા ખાવાની મજા આવે છે તો તેમને પાતરા તળીને પણ પીરસી શકાય

ચાલો વરસાદ ની મોસમમાં કૈક નવું ચટપટું બનાવી ખાવાનો અને ખવડાવવાનો આનંદ લઈએ…